આ રાજનીતિ નહીં પરંતુ ધર્મનીતિ છે : સદાનંદ સરસ્વતી
દ્વારકા,
તા.4 : વર્તમાનમાં અયોધ્યા રામ મંદિરમાં બનેલ ઘટનાઓ અંગે દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ
સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું છે. આ પ્રકરણે બોલતા તેઓએ જણાવ્યું છે કે, આવા બનાવો
ન બને તે હેતુ સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ સનાતન બોર્ડની રચના -કરવામાં આવે જે માન્યતા
પ્રાપ્ત સર્વની સંમતિ હોય અને જેને આધીન બધી વ્યવસ્થા હોવી જોઈએ. શાસન પણ સમિતિના અનુશાસનમાં
રહેવાનો પ્રયાસ રહે. વધુમાં તેઓએ ઉમેર્યું
હતું કે, શાસન દ્વારા કરાતી ધાર્મિક વ્યવસ્થામાં ત્યાંના શાસનના અધિકારીઓને શાસ્ત્રીય
જ્ઞાનનો અભાવ, ધાર્મિક પરંપરાનો અનુભવ નથી હોતો, વિધિ વિશેષનું પાલન કરવાનું જાણતા
નથી, ધર્મના અનુષ્ઠાન કરવાવાળા અધિકારી હોતા નથી. જેમનો જે વિષય છે એમને એજ અધિકાર
મળવો જોઈએ અને અયોગ્ય લોકોને કામ મળે તો આવા જ પરિણામ મળશે જે સમજવું જોઈએ. એકદર્થ
સંચાલન માટે સનાતન ધર્મ સુરક્ષા સમિતિ સનાતન બોર્ડનું નિર્માણ થાય જેની વિધિવત ઘોષણા
કરવામાં આવે અને જેમાં દેશના સર્વમાન્ય અને નિર્વિવાદ આચાર્ય, ચારેય શંકરાચાર્ય, પાંચેય
વૈષ્ણવાચાર્ય અને અન્ય માન્ય આચાર્યોનો સમાવેશ થઈ શકે.
તેઓએ
અંતમાં જણાવ્યું હતું કે, આ રાજનીતિ નથી ધર્મનીતિ
છે. ધર્મનીતિમાં ધર્મ અનુસાર જ અનુશાસિત કરી શકાય છે. ભવિષ્યમાં ધર્મસ્થળમાં આવી સ્થિતિ
ન બને તે માટે સનાતન બોર્ડની રચના કરી તમામ ધાર્મિક અધિકાર તેમને સોંપવામાં આવે. સરકાર
ધર્મનિરપેક્ષ હોય છે અને આ ધર્મનો વિષય છે.