રાજકોટ,તા.4: (ફૂલછાબ ન્યૂઝ) સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતાં ઠેર ઠેર વાવણીલાયક વરસાદ પડી ચૂકયાં છે. વરસાદની અસરથી ખાદ્યતેલ બજારમાં જીવ આવ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલની માગ વરસાદને લીધે વધવાના આશાવાદથી બ્રાન્ડવાળા હવે ખરીદીમાં આવતા ભાવ ઉંચકાવાની શરૂઆત થઇ છે. સીંગતેલમાં એકાએક ડબે રૂ. 30નો વધારો થઇ ગયો છે. જ્યારે કપાસિયા તેલમાં રૂ.20, સૂર્યમુખીમાં રૂ. 10 તથા વનસ્પતિમાં રૂ. 10 વધ્યા છે.
ઘણા
સમયથી ખાદ્યતેલના ભાવ દબાણ હેઠળ ઘટીને સ્થિર થયા હતા. જોકે વરસાદ પડવાને લીધે ચોમાસું
સક્રિય થયું છે અને હજુ સારાં વરસાદની આશા હોવાથી ખાદ્યતેલની માગ વધવાના અનુમાનથી સુધારો
થયો છે. સીંગતેલમાં રૂ. 30 વધીને રૂ. 2700-2750ના ભાવ થઇ ગયા છે. તેલના એક બ્રોકરે
કહ્યું કે, બ્રાન્ડવાળાને અગાઉ કરેલા સોદાનું તેલ ઉપાડવાનું બાકી છે છતાં નવા સોદા
માગની ગણતરીએ આવવા લાગ્યા છે. મગફળીની આવક માર્કેટ યાર્ડમાં ઘટીને ફક્ત 10-12 હજાર
ગુણીની થઇ ગઇ છે. તેલ મિલોને યોગ્ય પુરવઠો મળતો નથી.
બીજી
તરફ સરકાર અર્થાત નાફેડે આખા ગોદામનો સ્ટોક વેંચી દેવા માટે બિડ મંગાવવાનું શરૂ કર્યું
છે. એમાં રૂ. 6500-6800ના ભાવમાં સોદા પડે છે. જોકે હવે મગફળીના સારી ગુણવત્તાના સ્ટોક
શોધવા અઘરા છે એટલે બધા ગોદામ માટે બિડ ભરાતી નથી. સારાં માલની ખેંચથી બજારને ખેંચવાનું
શરૂ કરાયું છે.
કપાસિયાની
અછત અને ઉંચા ભાવને લીધે પામતેલ નરમ હોવા છતાં ઘરેલુ બજારમાં કપાસિયા તેલનો ભાવ રૂ.
20 વધારી દેવાતા ડબો રૂ.2605-2655 સુધી પહોંચ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલ વચ્ચે
માત્ર રૂ. 95નો ફરક છે એટલે પણ સીંગતેલ પર ઘરાકીનું થોડું દબાણ છે.
અન્ય
તેલમાં સૂર્યમુખી રૂ. 10 વધીને 13 કિલોમાં રૂ. 2450-2470 તથા વનસ્પતિમાં રૂ. 10 વધીને
રૂ. 2240-2280 થઇ ગયા છે.