• શનિવાર, 14 માર્ચ, 2026

સુરતમાં ભાભી સાથેના પ્રેમ સંબંધમાં પુત્રએ માતાની હત્યા નીપજાવી

- પોલીસે મૃતકના પુત્ર, ભાભી તથા વેવાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ

ધરી  : મૃતદેહને કોથળામાં ભરી નાખી દીધો 

 

સુરત,તા.12: સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસની બિલ્ડિગ પાસેથી પસાર થતા રસ્તા પરથી ગત રોજ એક શંકાસ્પદ કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચક્ચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા જ ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી ગણતરીના કલાકોમાં મહિલાની હત્યા નીપજાવનાર નાનો પુત્ર, મોટા પુત્રની પત્ની અને વેવાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી વિસ્તારના કોસાડ આવાસ એચ-2 બિલ્ડિગમાં રહેતી હમીદાખાતુન મોહમદયુસુફ મન્સુરી ગત તા.10 માર્ચ 2026ના રોજ બજારમાં કપડા છુટી ગયેલુ છે તે લેવા જાઉ છુ તેમ કહી ઘરેથી નીકળી ક્યાંક ચાલી જઇ ગુમ થયેલી જે અંગે અમરોલી મથકમાં તેના નાના દિકરા મોહમદ પરવેજ આલમ મો.યુનુસ મન્સુરી નાઓએ ફરિયાદ નોંધાવી હતી અને બીજા જ  દિવસે 11 માર્ચના રોજ સવારે કોસાડ આવાસ એચ-2,હનુમાન મંદીરની દિવાલ પાસેથી એક પ્લાસ્ટીકના મીણીયા કોથળામાંથી મૃતક હમીદા ખાતુનનો મૃતદેહ હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવતા મૃતકના મોટા દિકરા મોહમદ વસીમ મોહમદયુનુશ મન્સુરીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક