અમદાવાદ,
તા.11: વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેવા સમયે ભારતીય પરિવારો
માટે આવશ્યક ઇંધણની અવિરત આપૂર્તી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં આવેલા વિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ
હબ- રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેકસમાંથી એલ.પી.જી.નું ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં
લઇ રહી છે. અમારી ટીમો રિફાઇનરીની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને એલ.પી.જી.ના
ઉત્પાદનમાં વધારો કરવા માટે ચોવીસે કલાક કામ કરી રહી છે જેથી સ્થાનિક બજારમાં પુરવઠો
સ્થિર અને ભરોસાપાત્ર રહે.
એ સાથે
જ રાષ્ટ્રીય ઉર્જાની પ્રાથમિકતા અને સરકારી માર્ગદર્શિકાને અનુરૂપ કે.જી. ડી-6 બેઝિનમાંથી
ઉત્પાદિત કુદરતી ગેસનો પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોનાં જરૂરી પુરવઠાને પહોંચી વળવા માટે
આપવામાં આવશે.
રિલાયન્સ
માટે ભારતની ઊર્જા સુરક્ષા અને કરોડો ભારતીય પરિવારોનું કલ્યાણ હંમેશા સર્વોપરી રહ્યું
છે ત્યારે હંમેશની જેમ આજે પણ રાષ્ટ્રની જરૂરિયાતના સમયે રિલાયન્સ મજબૂતીથી તેની સાથે
ઉભું રહેશે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં અમે
ભારતની ઉર્જા સુરક્ષાને સહાયરૂપ બનવા અને દેશ માટે આવશ્યક ઇંધણનો વિશ્વસનીય પુરવઠો
સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવા
માટે પ્રતિબધ્ધ બન્યું છે.