• શુક્રવાર, 13 માર્ચ, 2026

રાહુલ દ્રવિડને BCCIનો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળશે

રવિવારે દિલ્હીમાં યોજાનાર ‘નમન’ કાર્યક્રમમાં ભારતની વિશ્વ વિજેતા ટીમો સન્માનિત થશે

શુભમન ગિલનું ક્રિકેટર ઓફ ધ યર-2025થી સન્માન થશે

નવી દિલ્હી, તા.12 : ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અને પૂર્વ દિગ્ગજ બેટધર રાહુલ દ્રવિડના ભારતીય ક્રિકેટમાં અમૂલ્ય પ્રદાન બદલ બીસીસીઆઇ દ્વારા કર્નલ સીકે નાયડુ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન થશે જ્યારે ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલનું બીસીસીઆઇ તરફથી વર્ષ 202પના ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માન થઈ શકે છે. બીસીસીઆઇનો વાર્ષિક સન્માન સમારોહ ‘નમન’ 1પ માર્ચે નવી દિલ્હી ખાતે આયોજિત કરાયો છે.

રાહુલ દ્રવિડનાં નામે 1996થી 2021 દરમિયાન પ09 ઇન્ટરનેશનલ મેચમાં 4પ આસપાસની સરેરાશથી 24208 રન છે. દ્રવિડનાં નામે 48 સદી અને 146 અર્ધસદી છે. સંન્યાસ પછી તેઓ ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. શરૂઆતમાં ઇન્ડિયા અન્ડર-19 અને એ ટીમને કોચિંગ આપ્યું હતું. બાદમાં ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. દ્રવિડનાં માર્ગદર્શનમાં ભારતીય ટીમ 2024ના ટી-20 વિશ્વ કપમાં વિજેતા બની હતી.

જ્યારે ભારતનો ટેસ્ટ અને વન ડે કપ્તાન શુભમન ગિલ ક્રિકેટર ઓફ ધ યર બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આ 26 વર્ષીય ખેલાડી હાલમાં વિશ્વ વિજેતા બનનાર ભારતની ટી-20 ટીમમાં પસંદ થયો ન હતો. જો કે વર્ષ 202પમાં તેનું ટેસ્ટ અને વન ડે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યંy હતું. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેણે 7પ4 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. ગિલ ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતનો પણ મહત્ત્વનો ખેલાડી હતો. તેણે ત્રણેય ફોર્મેટમાં મળીને 49 રન આસપાસની સરેરાશથી કુલ 1764 રન 202પમાં કર્યા હતા જ્યારે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમીને 6પ0 રન કર્યા હતા.

બીસીસીઆઇના રવિવારે રાત્રે યોજાનાર ‘નમન’ કાર્યક્રમમાં જુદી જુદી વિશ્વ વિજેતા ભારતીય ટીમોનું પણ સન્માન થશે. જેમાં તાજેતરમાં ટી-20 ચેમ્પિયન બનેલી સૂર્યકુમારની ટીમ, 202પમાં પહેલીવાર વન ડે ચેમ્પિયન બનનાર મહિલા સિનિયર ટીમ, અન્ડર-19 મહિલા-પુરુષ વિશ્વ વિજેતા ટીમો ઉપરાંત 202પમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક