• શુક્રવાર, 13 માર્ચ, 2026

દરિયામાં ઈરાનની દાદાગીરી વિરોધી અવાજમાં સૂર પુરાવતું ભારત

- યુનોની સુરક્ષા પરિષદમાં ઈરાનના હુમલા અને ધમકીઓની નિંદા કરતાં પ્રસ્તાવને સમર્થન આપતું ભારત

 

નવીદિલ્હી, તા.12 : અમેરિકા અને ઈઝરાયલના હુમલા પછી મરણિયા બનેલા ઈરાને ખાડી દેશોમાં અમેરિકાનાં હિતો ઉપર કરેલા હુમલા અને હોર્મુઝની ખાડીમાંથી ઓઇલ વાહક જહાજોનું પરિવહન ખોરવી નાખ્યા બાદ સર્જાયેલી કટોકટીભરી સ્થિતિમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)માં ખાડી દેશો અને જોર્ડન પર ઈરાન તરફથી ઉપર કરવામાં આવેલા ભયાનક હુમલાની નિંદા કરતાં પ્રસ્તાવને સહસમર્થન કર્યું છે. આ પ્રસ્તાવમાં ઈરાનને તમામ હુમલા તાત્કાલિક રોકવાની માગ કરવામાં આવી છે અને હોર્મુઝનો દરિયાઈ માર્ગ બંધ કરી નાખવાની ઈરાનની ધમકીઓની પણ આલોચના કરવામાં

આવી છે.

સંયુક્ત રાષ્ટ્રની 1પ સદસ્યની સુરક્ષા પરિષદ દ્વારા બુધવારે આ પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવ્યો હતો. આના પક્ષમાં 13 અને વિરોધમાં શૂન્ય મત પડયા હતા. વીટો પાવર ધરાવતા ચીન અને રશિયાએ આ પ્રસ્તાવ ઉપર મતદાન કર્યું નહોતું. બહેરીનનાં નેતૃત્વવાળા આ પ્રસ્તાવમાં 13પ દેશ સહપ્રાયોજક છે. આમાં ભારત ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, પાકિસ્તાન, સાઉદી અરબ, યુએઈ, બ્રિટન અને અમેરિકા જેવા પ્રમુખ દેશો સામેલ છે. આ તમામ દેશોએ ખૂલીને દરિયામાં ઈરાનની દાદાગીરી સામે અવાજ ઉઠાવ્યો છે.

આ પ્રસ્તાવમાં બહેરી, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ, યુએઈ અને જોર્ડનની ક્ષેત્રીય અખંડતા, સંપ્રભુતા અને રાજકીય સ્વતંત્રતાને પણ સમર્થન કયરવામાં આવ્યું છે. આ તમામ ખાડી દેશો ઉપર ઈરાનના હુમલાની આકરા શબ્દો નિંદા કરતાં આ પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવવામાં આવ્યું છે.

પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વ્યાપારી, વાણિજ્યિક જહાજોનાં પરિવહન અધિકાર અને સ્વતંત્રતાઓનું સન્માન થવું જોઈએ તેવું ભારપૂર્વક કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને મહત્ત્વના સમુદ્રી માર્ગો આસપાસ આનું વિશેષ પાલન થવું જોઈએ તેવી પણ તાકીદ કરવામાં આવી છે. હોર્મુઝનો માર્ગ બંધ કરવાની ઈરાનની હરકતો અને ધમકીઓની પણ આમાં આલોચના કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક