• ગુરુવાર, 12 માર્ચ, 2026

અભિષેક ટોચના સ્થાને ટકી રહ્યો : વરુણે તાજ ગુમાવ્યો : ઇશાન બીજા ક્રમે

T-20 બોલિંગ ક્રમાંકમાં રાશિદ ખાન ફરી નંબર વન બોલર : બુમરાહ છઠ્ઠા સ્થાને

વર્લ્ડ કપ હિરો સંજૂ સેમસન 18 ક્રમની છલાંગ લગાવી 22મા સ્થાને

 દુબઇ, તા.11: પોતાની આક્રમક બેટિંગથી ક્રિકેટ ચાહકોને મંત્રમુગ્ધ કરનાર ઇશાન કિશન આઇસીસી ટી-20 બેટિંગ ક્રમાંકમાં બીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે વર્લ્ડ કપમાં નબળો દેખાવ છતાં ટીમ ઇન્ડિયાનો ઓપનિંગ બેટર અભિષેક શર્મા પહેલા સ્થાને ટકી રહ્યો છે. બીજી તરફ ટી-20 બોલિંગ ક્રમાંકમાં વિશ્વ કપમાં સર્વાધિક વિકેટ લેવા છતાં વરુણ ચક્રવર્તીએ ટોચનું સ્થાન ગુમાવ્યું છે. તેના સ્થાને અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન નંબર વન બોલર બન્યો છે.

વર્લ્ડ કપમાં ફાઇનલ મેચમાં અર્ધસદી કરનાર અભિષેક શર્મા તેનું ટોચનું સ્થાન જાળવવામાં સફળ રહ્યો છે. આ સામે ટૂર્નામેન્ટમાં કુલ 317 રન કરનાર ઇશાન કિશન બે ક્રમના ફાયદાથી બીજા નંબર પર આવી ગયો છે. તે અભિષેકથી ફક્ત 4 અંક દૂર છે. કિશનના 871 રેટિંગ પોઇન્ટ છે જ્યારે અભિષેકના ખાતામાં 87પ છે. વર્લ્ડ કપનો હિરો સંજૂ સેમસન 18 ક્રમની છલાંગ લગાવી 22મા નંબર પર અને શિવમ દૂબે 27મા ક્રમે છે.

ટી-20 વર્લ્ડ કપમાં સર્વાધિક 383 રન કરનાર પાક.નો સાહિબઝાદા ફરહાન ત્રીજા સ્થાને છે. ટોપ ટેનમાં ભારતના બે અન્ય બેટધર તરીકે તિલક વર્મા 7મા અને કપ્તાન સૂર્યકુમાર યાદવ 9મા ક્રમે છે.

ટી-20 બોલિંગ ક્રમાંકમાં વરૂણ ચક્રવર્તી પહેલા પરથી બીજા સ્થાન પર આવી ગયો છે. તે ટી-20 વર્લ્ડ કપમાં અપેક્ષિત દેખાવ કરી શક્યો ન હતો. તેના હવે 740 રેટિંગ પોઇન્ટ છે. આ સામે રાશિદ ખાન 7પ3 અંક સાથે ટોચ પર આવી ગયો છે. જસપ્રિત બુમરાહ 6 નંબર પર અને અક્ષર પટેલ 6 સ્થાનના સુધારથી 17મા નંબર પર છે.

ટી-20 ઓલરાઉન્ડર ક્રમાંકમાં હાર્દિક પંડયા કેરિયરના શ્રેષ્ઠ બીજા સ્થાને પહોંચ્યો છે. ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા ટોચ પર છે. શિવમ દૂબે આ સૂચિમાં 11મા સ્થાને છે.

બેટિંગ ક્રમાંક

ક્રમ        બેટર      રેટિંગ

1          અભિષેક શર્મા      87પ

2          ઇશાન કિશન        871

3          સાહિબઝાદા ફરહાન          848

4          ફિલ સોલ્ટ           792

પ          પથૂમ નિસંકા       766

6          ટિમ સિફર્ટ           749

7          તિલક વર્મા          742

8          ડેવાલ્ડ બ્રેવિસ      738

9          સૂર્યકુમાર યાદવ     722

10        જોસ બટલર        716

બોલિંગ ક્રમાંક

ક્રમ        બોલર    રેટિંગ

1          રાશિદ ખાન         7પ3

2          વરૂણ ચક્રવર્તી       740

3          અબરાર અહમદ   736

4          આદિલ રશીદ       721

પ          કોબિન બોશ        704

6          જસપ્રિત બુમરાહ  702

7          એડમ ઝમ્પા        682

8          મેથ્યૂ ફોર્ડ 667

9          મુસ્તાફિઝુર રહેમાન           66પ

10        મુજીબ ઉર રહેમાન            663

ઇ-પેપરના નવા શુલ્ક