• શુક્રવાર, 13 માર્ચ, 2026

મહાયુદ્ધ : દવાઓ જ દર્દ આપશે !

-જહાજોની અછત થતાં સૌથી મોટા સપ્લાયર ચીનથી આવતો પુરવઠો ખોરવાયો, કાચા માલની કિંમત વધી

નવી દિલ્હી, તા. 12 : ‘મહાયુદ્ધ’થી કન્ટેનર જહાજોની અછતનાં કારણે કાચા માલની કિંમતોમાં 30 ટકા જેટલો વધારો થયો છે, જેની અસર હેઠળ ભારતમાં દવાઓના ભાવોમાં ભડકાની ભીતિ છે.

ફાર્મા ઉદ્યોગના અધિકારીઓએ કહ્યું હતું કે, જહાજોની અછતથી ચીનથી આવતાં એક્ટિવ ફાર્મા ઈંગ્રિડિએન્ટ્સ (ઈપીઆઈ)નો પુરવઠો ખોરવાયો છે.

ચીન ભારતીય દવા નિર્માતાઓ માટે કાચા માલનું સૌથી મોટું સપ્લાયર છે. આ અવરોધની અસર સ્થાનિક ઉત્પાદન પર પડી શકે છે.

આવી વિકટ સ્થિતિમાં કંપનીઓ દવાઓ પર વધનાર ખર્ચના બોજ ગ્રાહકો પર નાખીને તેમનું દર્દ વધારી શકે છે. અહેવાલ અનુસાર કેટલાક મુખ્ય કાચા માલની કિંમતમાં 60 ટકાથી વધુ ઉછાળો થયો છે. ડિસેમ્બર પછીથી ગ્લિસરીનની કિંમત 64 ટકા અને પેરાસિટામોલની 26 ટકા  વધી છે.

નોરફ્લોક્સાસીન, એર્નિડાઝોલ, ક્લોબેરાજોલ પ્રોપિયોનેટ જેવી મહત્ત્વની દવાઓની કિંમત વધી ચૂકી છે. મધ્ય-પૂર્વનું યુદ્ધ હજુ લાંબુ ચાલશે તો નિર્માણમાં ખર્ચ વધવાની અસરથી દવાઓ પણ મોંઘી બની શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક