• શુક્રવાર, 13 માર્ચ, 2026

યુદ્ધની અસરથી ગેસની અછત, કાળાબજાર રોકવા તંત્ર સાબદું

અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સહિતના શહેરોમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાતા હોટલ-રેસ્ટોરન્ટધારકોમાં ચિંતાનું મોજું

રાજકોટ, તા.12 : અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેના યુદ્ધે સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતમાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ સરકારી એજન્સીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર સહિતના શહેરોમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાતા હોટલ-રેસ્ટોરન્ટધારકોની મુશ્કેલી વધી છે તો બીજી તરફ જેતપુરમાં એલપીજી સંકટને લઈને ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.સિલીન્ડરોની અછત વચ્ચે થતાં કાળાબજારને રોકવા તંત્ર સાબદુ થયું છે. પુરવઠા વિભાગ દ્વારા ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરાયું છે અને કોમર્શિયલના નામે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતાં ધંધાર્થીઓના સિલિન્ડર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ લોકોમાં અને વેપારીઓમાં ઉચાટ છે કે બાટલા ખતમ થઈ જશે જેથી એજન્સીની ઓફીસે બાટલા લઈને પહોંચીને કયાંકને કયાંક સંગ્રહખોરીને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. બુકીંગની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો અને બાટલાની અછતના ડરથી લોકોમાં ઉચાટ હોવાનું પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે.

અમરેલી : અમરેલી શહેરમાં પણ પૂરવઠા તંત્ર એક્શનમાં આવી ગયું છે અને કઙઋના ગેરકાયદે વેચાણ અને કાળાબજાર સામે તપાસ શરૂ કરવામાં આવી છે. કોમર્શિયલ ગેસના પુરવઠામાં અછત સર્જાતા શહેરની નાની હોટલો, ફૂડ સ્ટોલ, ટિફીન સેવાઓ અને કોલેજ કેન્ટિનના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે મોટી હોટેલો અને રેસ્ટોરન્ટમાં હાલ તુરંત તો મોટી સમસ્યા દેખાતી નથી. અઠવાડિયા બાદ મુશ્કેલી સર્જાય તેવું હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ સંચાલકો જણાવી રહયાં છે. બીજી તરફ અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક કુંભાણીએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં કોમર્શિયલ ગેસની ખપત સામાન્ય હતી. તો બીજી તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ સામાન્ય છે. કોઈ અછત છે નહીં. લોકોને સિલિન્ડર નિયમ મુજબ મળી રહે છે. જો કે, આ મુદ્દે અમરેલીની હોટેલ અવધના સંચાલક જગદીશ પટેલે જણાવ્યું હતું કે, હાલ તુરંત તો પાઇપ લાઇનથી મળતો ગેસથી હોટલ ચલાવાઇ રહી છે. આ પાઇપ લાઇનથી મળતો ગેસ મોંઘો પડતો હોય તે લાંબો સમય પરવડી શકે નહીં. ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા અશ્વિનભાઈ કોરાટ દ્વારા જણાવાયું હતું કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે કોલસા તથા લાકડાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. 

જૂનાગઢ : પ્રવર્તમાન પરિસ્થિતિમાં એલપીજી ગેસનું વિતરણ, સ્ટોક અને બિનજરૂરી રીતે સંગ્રહ ન થાય તે માટે  જૂનાગઢ જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે  કલેક્ટર  અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને માર્કાટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ જિલ્લામાં ઘરેલુ જરૂરિયાત માટે પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. બિનજરૂરી રીતે કુત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ અથવા તો કાળા બજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ બેઠકમાં જુદી જુદી ઓઇલ માર્કાટિંગ કંપનીઓએ તેના સ્ટોક અંગે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી  કિશન ગરચરે જરૂરી આયોજન અને વિતરણ વ્યવસ્થા અંગે જરૂરી માહિતી આપી હતી.

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં પણ એલપીજી ગેસની અછતના લીધે હોટલ-રેસ્ટોરન્ટ, કેટરીંગના વ્યવસાયીઓને મોટાપાયે અસર થઈ છે. યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી ટુરિઝમ આધારિત સ્થાનિય ધંધાર્થીઓને એલપીજીની અછતને લીધે કોમર્શિયલ બાટલા મેળવવા ખુણે-ખુણે ઘુમવુ પડી રહ્યું છે. છેલ્લા બે દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો કે, ધંધાર્થીઓએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કોલસાથી રસોડા કરવાનં ચાલુ કરી દીધુ છે.

માણાવદર : માણાવદર પંથકમાં ગેસના બાટલાનો સ્ટોક પૂર્ણ થઈ ગયો છે અને હાલ 1350 જેટલા ગ્રાહકોનું બુકિંગમાં વેઈટીંગ લિસ્ટ છે જેના કારણે અફરાતફરી જોવા મળી રહી છે. રાંધણ ગેસની અછતના લીધે ગૃહિણીઓ અને હોટલો-રેસ્ટોરન્ટધારકો તેમજ ટિફીન ચલાવનારા મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ એજન્સીઓ કહે છે કે, ઉપરથી સ્ટોક બંધ છે જ્યારે આવશે ત્યારે આપીશું.

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી તેમજ સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાના હેતુથી કરવામાં આવેલી આ તપાસમાં ખાસ કરીને ડોમેસ્ટિક એટલે કે ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે નાગરિકોને મળી રહે તે માટે એજન્સી સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે.

--------------

રાજકોટમાં માત્ર એક જગ્યાએથી ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત

રાજકોટ : રાજકોટમાં એલપીજી ગેસની સપ્લાય કરતી આઈઓસીએલની 42 તો બીપીસીએલની 20 અને એચપીસીએલની 4 એજન્સી દ્વારા કોમર્શિયલ ગેસનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લીધે હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. પોતાના વેપાર ધંધા બંધ ન થાય તે માટે ઉંચા ભાવ આપી કાળા બજારમાં ગેસ સિલિન્ડરની ખરીદી કરી રહ્યા છે. જોકે રાંધણ ગેસના બાટલામાં કોઈ અછત ન સર્જાય તે માટે રાજકોટ શહેર અને તાલુકાઓમાં મામલતદાર અને તેમની ટીમની સાથે પુરવઠા નિરીક્ષકો દ્વારા સઘન ચાકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ.ઝાંપડાના માર્ગદર્શન હેઠળ યાજ્ઞિક રોડથી ત્રિકોણબાગ સુધી આવેલી વિવિધ હોટલ તથા ફાસ્ટ ફૂડ સ્ટોરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે સઘન ચાકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. 11 માર્ચે ચાકિંગ દરમિયાન સર્વેશ્વર ચોક ખાતે આવેલી દીપ સેન્ડવીચ ફાસ્ટ ફૂડ સ્ટોરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાતા ઈન્ડેન કંપનીનો 1 ઘરેલુ ગેસ સિલિન્ડર સીઝ કરી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તમામ હોટલ તથા ફાસ્ટ ફૂડ સ્ટોરના માલિકોને નિયમો અંગે સમજ આપવામાં આવી હતી.

-------------------

જેતપુરના ટેક્સટાઈલ ઉદ્યોગ ઉપર અસર

જેતપુર :  જેતપુર શહેરમાં આવેલ ટેક્ષટાઈલ ઉદ્યોગએ સમગ્ર પંથકની જીવાદોરી સમાન ઉદ્યોગ છે. ઘણા સમયથી ટેક્ષટાઈલ ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિગ માટેના કલર તેમજ ફિનીશીંગ માટેના કેમિકલ્સ અને પાકિંગ મટિરિયલ જેવા તમામ પ્રકારના પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 20% થી 30% નો વધારો થયો છે તેમજ બળતણમાં વપરાતો કોલસો અને ગેસના ભાવમાં 20% થી 40% નો વધારો થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેથી, જેતપુર નવાગઢના તમામ પ્રિન્ટિગ યુનિટને ઉત્પાદન ખર્ચમાં 20% થી 30% નો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે.  અધુરામાં પુરુ હાલમાં મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં ચાલી રહેલા ભીષણ યુધ્ધની વ્યાપક અસરને લીધે એલપીજી કોમર્શીયલ ગેસ બોટલના પુરવઠામાં અછત ઊભી થઈ છે. જેને લીધે જેતપુરના કેટલાય મશીન વાળા પ્રિન્ટિગ એકમો બંધ થઈ ગયા છે. તેમજ મોટાભાગના ટેક્ષટાઈલ એકમોમાં ઉત્પાદન ખુબ જ ઓછું થઈ ગયેલ છે. જેની સીધી અસર જેતપુર શહેરની ઈકોનોમી તેમજ હજારો લોકોના રોજગાર ઉપર અસર પડી રહી છે.

-----------------

રાજ્યમાં ઘરેલુ જરૂરિયાત માટે કઙઋનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

કઙઋની સંગ્રહખોરી, કાળાબજારી ગુનો છે : ફોજદારી પગલા લેવાશે

અમદાવાદ,તા.12 :રાજ્યમાં કઙઋ (ગેસ) સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહ્યું છે.  જે મુજબ, રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ તરફથી કહેવાયું છે કે, રાજ્યમાં ઉપલબ્ધ કઙઋ સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલુ જરૂરીયાત માટેનો પૂરતો કઙઋનો જથ્થો ઉપલબ્ધ છે.

ગુજરાત રાજ્યમાં 30 ટકા ઘરેલુ ગેસ ઙગઋ ઋઅજ ઙઈંઙઊકઈંગઊ મારફત પૂરો પાડવામાં આવે છે. ઙગઋનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે. પરંતુ કઙઋનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલી કિમત કરતા વધુ ભાવ વસૂલવો, એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા કઙઋ કંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે. આવી પ્રવૃત્તિ કરનારા સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા પણ લેવાની જોગવાઈ છે. 

રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના કઙઋનો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે કઙઋ સિલિન્ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવાયો છે. જેના કારણે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ કઙઋ સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે.  કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યું છે પરંતુ હોસ્પિટલ, શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ કઙઋની ફાળવણી ચાલુ રાખવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક