જૂનાગઢ તા.7: માળીયા હાટીના તાલુકાના જુથડ ગામની સેવા સહકારી મંડળીના મંત્રીએ 2 કરોડથી વધુ નહીં ઉચાપત કર્યાની પ્રમુખે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી છે.
જુથળ
સેવા સહકારી મંડળીના પ્રમુખ કનૈયાલાલ દેવસી કનેરીયાએ માળીયા પોલીસમાં કણેરી ગામે રહેતા
મંડળીના મંત્રી કાંતિ નરસી હીંગરાજીયાએ ખોટા પત્રકો, બોગસ રસીદો, ખોટા ધિરાણો જાણી
જોઈને મંજૂર કરાવી મંડળીના ચોપડા કાગળો, જામીનગીરી સાથે છેડા કરી પ્રમુખ તથા સભાસદો
સાથે છેતરાપિંડી કરી હતી. તેમાં પ્રમુખ તથા સભાસદો સાથે રૂ. 59. 42લાખ, તેમજ સ્ટોકઘટ
ઉચાપત 26.78 લાખ, ધિરાણ ઉચાપત રુ.70.67 થાપણ ઉચાપત રુ.30.44 લાખ, બેંક ખાતા ઉચાપત રુ.13.26
લાખ, અંગત લોન ઉચાપત રુ.8.90 લાખ મળી કુલ રૂ.2,09,49,609ની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવતા
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂથળ સેવા સહકારી મંડળીના મંત્રીએ કરોડો રૂપિયાની
ઉચાપત કરી આ અંગેની પ્રમુખ કે સભાસદોને આજસુધી ગંધ પણ આવી ન હતી તે પણ શંકાસ્પદ મનાય
છે મંડળીનું ઓડિટ દર વર્ષે થતું હોય છે. જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીની ભૂમિકા પણ
શંકાસ્પદ જણાઈ રહી છે.