• મંગળવાર, 18 જૂન, 2024

avsan nondh

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રમેશચંદ્ર ભાનુશંકર જોષી (નિવૃત્ત પીજીવીસીએલ) (ઉં.8ર) તે ઈલાબેન કાંતિભાઈ વ્યાસ, સ્વ.સુરેશભાઈ (વેરાવળ)નાં નાનાભાઈ, ચીમનભાઈ (જૂનાગઢ), પ્રફુલ્લભાઈ (રાજકોટ)ના મોટાભાઈ, અરુણાબેનનાં પતિ, શિવાલી રાહુલભાઈ વ્યાસનાં પિતાશ્રી, વૈદિક તથા સૌમ્યના નાનાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.17ને શુક્રવારે સાંજે પથી 6 ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમ નગર શેરી નંબર 4 ખાતે રાખેલ છે.

ગોંડલ : હુસેનભાઈ અસગરભાઈ ભારમલ (ઉં.53) તે ઓનઅલીભાઈ ભારમલ, હાતીમભાઈના ભાઈ, તે યુસુફભાઈ, હોજેફાભાઈ, મુસ્તાકભાઈના કાકાનું તા.16ના અવસાન થયું છે. જિયારતના સીપારા તા.18ના સવારે 11-30 કલાકે હદીમ મસ્જિદ (આંબલી શેરી), ગોંડલ છે.

ઉપલેટા : સોની દિલીપકુમાર વલ્લભદાસ ધોળકિયા (ચીખલિયાવાળા) (ઉં.69) તે મિહિરભાઈ, અનિકેતભાઈના પિતાશ્રી, તે શ્રીમાળી સોની સમાજના પૂર્વ પ્રમુખનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 5થી 7, સોની મુળજી ભીમજીની વાડી, ગુલાબ હોલ, ઉપલેટા છે.

માળિયા હાટીના: રંજનબેન (રમાબેન) રતનધાર્યા (ઉં.73) તે રાજુભાઈ મગનભાઈ રતનધાર્યાના પત્ની, તે રોનીલભાઈ (કાનાભાઈ), તુષારભાઈ, તેજસભાઈના માતુશ્રી, તે જૂનાગઢ નિવાસી સ્વ.જગજીવનભાઈ જીવરાજભાઈ કોટેચાના પુત્રીનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.17ના સાંજે 4થી 5, બ્રહ્મ સમાજ માળિયા હાટીના ખાતે છે.

રાજકોટ: ભગવાનજીભાઈ હરજીભાઈ પરસાણા (ઉં.67) તે કેતનભાઈના પિતાશ્રી, તે હરીતના દાદાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના ન્યુ ગાંધીનગર સોસાયટી શેરી નં.9, “હરિ ૐ’’, અજમેરા, શાત્રીનગર પાછળ, રાજકોટ છે.

રાજકોટ: જયાબેન સોમગીરી ગોસાઈ (ઉં.80) તે કમલેશગીરી તથા પરેશગીરીનાં માતૃશ્રીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6 3, ગાયત્રી સોસાયટી, ગ્રીન લેન્ડ ચોકડી પાસે, મોરબી રોડ, રાજકોટ છે.

રાજકોટ: ભગવાનજીભાઈ હરજીભાઈ પરસાણાનું તા.1પના અવસાન થયું છે. બેસણું તા.17ના સવારે 9થી 11 હરિ ૐ, ન્યુ ગાંધીનગર સોસાયટી શેરી નં.9, રાજકોટ છે.

ઉના: સ્વ.દિનેશભાઈ બાલુભાઈ ગાંધી (ઉં.7પ) તે મંગળદાસભાઈના નાનાભાઈ, જયેશભાઈ, નિલેશભાઈ, કલ્પેશભાઈના કાકાનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના સાંજે પથી 7, હેમેન્દ્ર બાગ, શ્રુતી સ્કૂલ પાછળ, ઉન્નતનગર, ઉના છે.

રાજકોટ: સ્વ. લલિતચંદ્ર અમિચંદ દોશીનાં પત્ની મંજુલાબેન તે સ્વ.મિતેશભાઈ, સંદિપનાં માતુશ્રી, બાબરાવાળા સ્વ.જયંતિલાલ પાનાચંદ મોદીનાં પુત્રી, પરમ, ક્રિના અને ભવ્યનાં દાદીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સવારે 9.30થી 10.30 અભય ભારદ્વાજ હોલ, ગોપાલ ચોક, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: અમૃતલાલ ભગવાનજીભાઈ વાછાણી (ઉં.84) તે મનસુખલાલ વાછાણીના ભાઈ, ગિરીશભાઈ, દિલિપભાઈના પિતાશ્રીનું તા.16નાં અવસાન થયું છે. બેસણું તા.18ના સવારે 8થી 10 કલાકે કડવા પટેલ સમાજ, ખજુરડા મુકામે છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગોંડલ તાલુકાના રાણસીકીની પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય કનૈયાલાલ રવિશંકર જોષી (ઉં.8પ) તે સ્વ. ચંદ્રિકાબેન જોશીના પતિ, હરેશભાઈ કે. જોષી, દેવેનભાઈ કે. જોષીના પિતાશ્રી, શિલ્પાબેન, સરોજબેનના સસરા, નિધિ, મિહિર, શિવાની અને મૃદંગના દાદાનું તા.1પનાં અવસાન થયેલ છે. બેસણું તા.18ને શનિવારે સાંજે 4થી 7 રાણસીકીમાં તેમનાં નિવાસસ્થાને રાખેલ છે. મો.નં.98258 61308, 98797 91116.

જામનગર: મૂળ જામકંડોરણા, હાલ બોરીવલી (મુંબઈ) મધુબેન વિનોદચંદ્ર સરૈયા (ઉં.83) તે વાવડીવાળા સ્વ.પ્રભુદાસ જીવરાજ આશરનાં પુત્રી, વિરલ કાર્ડવાળા ચંદ્રકાંતભાઈ, રજનીકાંતભાઈ, દિનેશભાઈ, અરવિંદભાઈ આશરનાં બહેનનું મુંબઈ ખાતે તા.1રના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.18ના સાંજે પથી પ.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

જોડિયા: કુન્નડ (જોડિયા)ના પ્રભુલાલ ગોવિંદભાઈ માવદિયા તે હરેશભાઈ, હિતેશભાઈના પિતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6 કુન્નડ (જોડિયા) મુકામે તેમનાં નિવાસસ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક