• શુક્રવાર, 26 જૂન, 2026

રામમંદિર ઉડાડવાનો કારસો ઘડનાર આતંકી પકડાયો

સહારનપુર, તા. 25 : રામમંદિરને બોમ્બથી ઉડાવી દેવાનો કારસો રચનાર એક આતંકવાદીની એટીએસ તેમજ એનઆઇએની ટીમોએ કર્ણાટકમાંથી ધરપકડ કરી હતી. આતંકવાદ વિરોધી દળ (એટીએસ)એ દાવો કર્યો હતો કે, ઉત્તરપ્રદેશના સહારનપુરનો 20 વર્ષીય મોહંમદ સુહેલ પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે. મોહંમદ પોતાની ઓળખ છુપાવીને કર્ણાટકના દાવણગેરેમાં  રહેતો હતો. તેના મોબાઇલમાંથી પાકિસ્તાનના નંબર, સંદિગ્ધ વોટ્સએપ ગ્રુપ,  હથિયારો સાથે તસવીરો મળી હતી.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, સુહેલ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પાકિસ્તાની આતંકવાદીઓના સંપર્કમાં હતો.

ઇ-પેપરના નવા શુલ્ક