FIRમાં
આઠ લોકોના નામ : શરૂઆતી તપાસના તથ્યોના આધારે કાર્યવાહી
નવી
દિલ્હી, તા. 25 : અયોધ્યાના રામ મંદિરમાં ચડાવામાં કથિત ગડબડ મામલે અંતે એફઆઈઆર દાખલ
થઈ ચૂકી છે. આ બનાવમાં શરૂઆતી તપાસમાં સામે આવેલા તથ્યોના આધારે એસઆઈટીની ભલામણ બાદ
એફઆઈઆર નોંધાઈ છે. કહેવાય છે કે મંદિર ટ્રસ્ટના રામાશંકર યાદવ ઉર્ફે ટિનૂ યાદવ, લવકુશ
મિશ્રા, અનુકલ્પ મિશ્રા સહિત 8 લોકો એફઆઈઆરમાં નામજોગ છે.
મળતી
માહિતી અનુસાર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટની ફરિયાદના આધારે એફઆઈઆર થઈ
છે. જેમાં ગડબડ, છેતરપિંડી અને અપરાધિક સાજિશની ધારાઓ સામેલ કરવામાં આવી છે. આ બનાવમાં
મોટાપાયે ધરપકડની આશંકા છે. તેવામાં આગળની તપાસ અને સંભવિત કાર્યવાહી ઉપર દેશભરની નજર છે. હવે એફઆઈઆર નોંધાયા બાદ આરોપીઓની ભૂમિકા,
આર્થિક લેવડદેવડ, ચડાવાની વ્યવસ્થા અને અન્ય સંબંધિત બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે.
તપાસ એજન્સી દસ્તાવેજો, રેકોર્ડ અને અન્ય પુરાવાનું પરીક્ષણ પણ કરી રહી છે.
રામ
મંદિરમાં ચોરીનો વિવાદ : સુપ્રીમે તાત્કાલિક સુનાવણી નકારી
નવીદિલ્હી,તા.2પ:
અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં ચઢાવાની રકમનાં ગબન મુદ્દે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો
સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજદાર વકીલને કહ્યું હતું કે, આ અંગે 29 જૂને અરજી
રજૂ કરવી. આ અરજીમાં દાનની ચોરીની ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને સીબીઆઈ તપાસ અને એક
સીટની રચનાની માગણી કરવામાં આવેલી હતી. આ ઉપરાંત તાત્કાલિક આમાં એફઆઈઆર નોંધવાની માગણી
પણ કરવામાં આવેલી.