પૂર્વ
મેયર જનકભાઈ કોટકની કાલે પ્રાર્થનાસભા
રાજકોટ,
તા.16: જનકભાઈ મોરારજીભાઈ કોટક (ઉં.80)(પૂર્વ મેયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન)
તે સ્વ.મોરારજીભાઈ કેશવજીભાઈ કોટક (ભગત) કરાંચીવાળાના પુત્ર, સ્વ.િનર્મળાબેનના પતિ,
સ્વ.િહરાભાઈ, સ્વ.વસંતભાઈ, સ્વ.હસમુખભાઈ, પ્રતાપભાઈ કોટક (પૂર્વ રાજકોટ ભાજપ શહેર પ્રમુખ),
સ્વ.લીલાવંતીબેન, અનસુયાબેનના ભાઈ, રાજેશભાઈ, અમીતભાઈ, યોગીતાબેન (યુએસએ), ભારતીબેનના
પિતા અને યોગેશકુમાર હરગોવિંદભાઈ ઠકરારના સસરા, સ્વ.હેમરાજભાઈ મીઠુભાઈ સોમૈયાના જમાઈનું
તા.15ના અવસાન થયું છે. તેઓની પ્રાર્થનાસભા તા.18ને ગુરૂવારે સાંજે 5 થી 6-30, રાષ્ટ્રીય
શાળા, યાજ્ઞિક રોડ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
ગોંડલ
નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્યના
માતાનું અવસાન : કાલે બેસણું
ગોંડલ,
તા.16: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કમળાબેન પંડયા (ઉં.87) તે કાંતિલાલ મયાશંકર પંડયા
(િનવૃત્ત શિક્ષક મોંઘીબા હાઈસ્કૂલ)ના પત્ની, સ્વ.ભાવેશભાઈ, અર્પણાબેન (પૂર્વ ઉપપ્રમુખ
નગરપાલિકા), ક્રિષ્ણકાંતભાઈ (કે.કે.પંડયા નિવૃત્ત સ્ટેશન માસ્તર), ડો.આશાબેન (વાઈસ
પ્રિન્સીપાલ મહિલા કોલેજ), નેહાબેનના માતા, જીતુભાઈ આચાર્ય (િસનિયર પત્રકાર), દીપકભાઈ
ભટ્ટ (જ્ઞાનદિપ ક્લાસીસ), અલ્પેશભાઈ આચાર્ય (શક્તિ ફાઈનાન્સ), પુજાબેન કે.પંડયાના સાસુ,
પાર્થ, સાવનના દાદીમાં, મયુરભાઈ, પ્રિયંકના નાનીમા, મયુરીબેન આચાર્ય (સદસ્ય નગરપાલિકા)ના
નાનીજી સાસુનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ને ગુરૂવારે સાંજે 4 થી 6, રાજપુત
સમાજની વાડી, રાતાપુલ પાસે, કાશી વિશ્વનાથ રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
નાથળિયા બ્રાહ્મણ જામનગર નિવાસી જગદીશભાઈ હરિલાલ ખદવે (ઉં.73) તે નિધીશભાઈ, ભાર્ગવભાઈના
પિતા, લાલજીભાઈ, સ્વ.ભગવતીભાઈ, રસિકભાઈ, અજેન્દ્રભાઈના ભાઈ, સ્વ.જેન્તીલાલ જીવનલાલ
મહેતાના જમાઈ, હિતેશભાઈ, અશ્વિનભાઈ, બિમલભાઈના બનેવીનું અવસાન થયું છે. બેસણું તા.18ના
સાંજે 4થી 6 સસુર પક્ષનું બેસણું સાથે નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ વાડી, ગાંધીગ્રામ,
જૂનાગઢ છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું ચક્ષુદાન કર્યું છે.
રાજકોટ:
નિકિતાબા વાઘેલા (ઉ.28) તે ગજેન્દ્રસિંહ વાઘેલાના દીકરીનું તા.12ના અવસાન થયું છે.
બેસણુ: તા.18ના સવારે 10 થી સાંજે 5 સુધી વાઘેલા સમાજની વાડી, અંબાજી મંદિર, ધીગડા
તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ ખાતે છે.
રાજકોટ:
પ્રિયંવદાબેન મહેશકુમાર મહેતા તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા/બેસણું તા.18ના
સાંજે 4 થી 6-30 રામેશ્વર મહાદેવ મંદિર, જૂનો
એરપોર્ટ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સોની કાંતીલાલ ધીરજલાલ આડેસરા (ઉ.81) તે સ્વ. જગદીશભાઇ, નવીનભાઇ, વિજયભાઇના મોટા ભાઇ,
કૌશિકભાઇ, વિમલભાઇ (મીનવાલા), ભાવિશાબેન, હર્ષાબેનના પિતા, સોની ખીમચંદલાલ અંબાલાલ
રાણપરા (જૂનાગઢ) ના જમાઇનું તા.15ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.18ના સવારે
10-30 થી 12 સોની સમાજની વાડી, ખીજડા શેરી, યુનિટ નંબર-1, કોઠારીયા નાકે, રાજકોટ છે.
રાજકોટ:
મુળ રાજકોટના હાલ અમદાવાદ સુખલાલભાઇ લાલજીભાઇ વડગામા (ઉ.88) તે સ્વ. ચંદ્રીકાબેનના
પતિ, મૌલિકભાઇ, કેતનાબેન હિતેષકુમાર છનિયારા, જયશ્રીબેન પરેશકુમાર સિધ્ધપુરા, જુલીબેન
નિલેશકુમાર ગજ્જરના પિતા, માનસીબેનના સસરા, દિવીશાના દાદા, સ્વ. લાલજીભાઇ ખીમજીભાઇ
વડગામા (જસ્મિન મોટર્સ)ના પુત્ર, જોડીયા નિવાસી સ્વ. હિરજીભાઇ ભગવાનજીભાઇ છનીયારાના
જમાઇનું તા.14ના અવસાન થયું છે. બેસણુ: તા.18નાં સાંજે 5 થી 6-30 બાલમુકુંદ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે, રેસકોર્ષ
રીંગ રોડ પાછળ, રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ તેજસ અરૂણભાઈ પંડયા (એલઆઈસી) (ઉં.57) તે સ્વ.અરૂણભાઈ
(યુનિયન બેંક) અને જ્યોતિબેનના પુત્ર, રૂપલબેનના પતિ, ધ્વની વત્સલ અધીયારૂના પિતા,
કોમલબેન બકુલભાઈ વ્યાસના ભાઈ, નીરજ સુભાષભાઈ ભટ્ટ, જીજ્ઞા વિવેકભાઈ પંડયાના બનેવી,
ચેતન ચંદ્રકાંતભાઈ પંડયા, દર્શન વિરેન્દ્રભાઈ પંડયા તથા ચિંતન અનીલભાઈ પંડયાના ભાઈનું
તા.14 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.18 ના સાંજે પ:30 થી 6:30 અલ્કેશ્વર મહાદેવ
મંદિર, અલ્કાપુરી સોસાયટી, રૈયા રોડ, રાજકોટ છે.
બગસરા:
નવીનચંદ્ર ગિરધરલાલ જોશી (ઉં.82) તે સ્વ.જેન્તીભાઈ અને જયસુખભાઈ, સ્વ.અમૃતલાલ જોશીના
ભાઈ, મહેશભાઈ, કિરણભાઈ, મનીષાબેન, જયશ્રીબેનના પિતા, યોગિનભાઈ ભટ્ટ (ભાવનગર) ના સસરાનું
તા.16 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 નાં બપોરે 4 થી 6 ગાયત્રી મંદિર પોસ્ટ ઓફિસ પાસે
છે.
બગસરા:
સ્વ.સોની દલસુખરાય મણિલાલ ઘોરડાના પત્ની નીરૂબેન (ઉ.75) તે સ્વ.ભાવેશભાઈ, ચિંતનભાઈ,
હીનાબેન, મનીષાબેન, ગીતાબેનના માતા, હેતલબેનના સાસુ, રાહુલ, નાયરાબેનના દાદીનું તા.16
ના અવસાન થયુ છે. સાદડી તા.18 ના સાંજે 4 થી 6 જૂની ખત્રી સમાજની વાડી, ખત્રીવાડ, બગસરા
છે.
ધારી:
શ્રીમતિ અનસુયાબેન કોઠારી (ઉં.81) તે સ્વ.િવનોદરાય નાથાલાલ કોઠારીના પત્ની, સ્વ.નંદલાલ
રતનશી બગડીયાના પુત્રી, નિરૂબેનના ભાભી, જીજ્ઞા અમિત પારેખ, વિરલ, ચિંતન, મિતેશના માતા,
પુનમ બાવીશી, નમ્રતા મોદી, દર્શિતભાઈ કોઠારીના ભાભુ, હિતાંશુ, દ્વિજ, માલવ, હય, હરા,
સિદ્ધીના દાદીનું તા.1પ ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.19 ના સવારે 10 થી 12 જૈન
ઉપાશ્રય ધારી ખાતે છે.
કોડીનાર:
કડોદરા નિવાસી છારિયા ઉનેવાળ બ્રાહ્મણ સ્મિત ઉપાધ્યાય (ઉં.25) તે ગજાનંદ અમૃતલાલ ઉપાધ્યાયના
પુત્ર, વૈશાલી, વિરલ અને વૈદિકના ભાઈનું તા.1પ ના અવસાન થયુ છે. બેસણુ તા.18 ના સવારે
9 સાંજે 6 સુધી કોમ્યુનિટી હોલ, કડોદરા તાલુકો કોડીનાર છે.
ગોંડલ:
સરસઈ નિવાસી હાલ ગોંડલ પ્રકાશભાઈ મનસુખલાલ પંચમીયા (ઉદ્યોગ ભારતી-ગોંડલ)ના પત્ની જાગૃતિબેન
(ઉ.64) તે નિતીનભાઈ (રાજકોટ), શ્રીમતી નયનાબેન મુકુંદભાઈ ગાંધી (મુંબઈ), શ્રીમતી ચંદ્રિકાબેન
રાજેન્દ્રભાઈ ઝાટકીયા (રાજકોટ)ના ભાભી, શ્રદ્ધા, બિંદલ, હર્ષના માતા, ધોરાજી નિવાસી
કાશીદાસભાઈ મહેતાના પુત્રી, મહેશભાઈના બેન, જયદીપભાઈ માંકડીયા અને રેનીશભાઈ ફળદુના
સાસુનું તા.16 ના અવસાન થયુ છે. ઉઠમણું તા.18ના સવારે 10 થી 11, પ્રાર્થનાસભા 11 થી
1ર વાણંદ જ્ઞાતિની વાડી, પુનિતનગર, જેતપુર રોડ, ગોંડલ છે.
રાજકોટ:
મુળ જેતપુરના હાલ રાજકોટ ભરતભાઈ હસમુખભાઈ મહેતા (ઉ.57) તે રાજેશભાઈ, સુમિતાબેન દેશાઈના
ભાઈ, સોનલબેનના પતિ, અભિષેક, ભાવિશાના પિતા, સ્વ.અરવિંદકુમાર પ્રાણલાલ બારાના જમાઈ,
યોગેશભાઈ, વિપુલભાઈના બનેવીનું તા.16 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર0નાં સવારે 9:30 વાગે
વિરાણીવાડી, રાજકોટ છે.
અમરેલી:
સૌ.િત્રવેદી મેવાડા બ્રાહ્મણ બિપીનચંદ્ર હરિકૃષ્ણભાઈ પંડયા (ઉં.66) (િનવૃત્ત એ.એસ.આઈ.)
તે ગૌતમભાઈ, પ્રીતિબેન આરતીબેનના પિતા, સ્વ.સુરેશભાઈના ભાઈનું તા.13ના અવસાન થયુ છે.
બેસણુ તા.18 નાં સાંજે પ થી 7 રામેશ્વર મંદિર, સ્વામિનારાયણ નગર, બ્રાહ્મણ સોસાયટી
પાસે, લાઠી રોડ, અમરેલી છે.
રાજકોટ:
ઓટાળા નિવાસી હાલ રાજકોટ વાણંદ સ્વ.ડાયાભાઈ ચકુભાઈ લખતરિયાના પુત્ર વ્રજકિશોરભાઈ (વલ્લભભાઈ)
ડાયાભાઈ લખતરિયા (એસ.ટી.કંડકટર નિવૃત્ત) (ઉં.72) તે સ્વ.ગોરધનભાઈ, નાનુભાઈ, વસંતભાઈના
ભાઈ, કલ્પેશ, ભાવેશ, આશિષના પિતાનું તા.16 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 નાં સાંજે
4 થી 6 આશાપુરા મંદિર, હુડકો કોઠારીયા રોડ, રાજકોટ છે.
ગોંડલ:
તાહેરભાઈ ફિદાહુસૈન ભારમલ (ઉં.8ર) તે મેફુજાબેનના પતિ, સ્વ.મોહસીનભાઈ, હાતીમભાઈના ભાઈ,
મુરતાઝાભાઈ, જુબેદાબેન, ફિરોજભાઈના પિતાનું તા.16 ના અવસાન થયુ છે. જીયારતના સિપારા
તા.17 ના બુધવારે રાતે મગરીબ, ઈશાની નમાજ બાદ કદિમ (નવી) મસ્જિદ, આંબલી શેરી, ગોંડલ
છે.