• શનિવાર, 27 જૂન, 2026

અવસાન નોંધ

જામનગરમાં જૈન સમાજ આગેવાનનો બાવીસમાં ઉપવાસે સંથારો સીજી ગયો

જામનગર, તા.24: જામનગરના જૈન અગ્રણીનો આજે 22માં ઉપવાસે સંથારો સીજી ગયો હતો. આજે તેમની પાલખી યાત્રા નીકળી હતી. જૈન મૂર્તિ પૂજક સંઘનો જલગાંવના તરુણભાઈ મોહનલાલ મહેતાએ છેલ્લા સાત વર્ષથી જામનગરની ધર્મનગરીને પસંદ કરી હતી. તેઓ ધર્મમય જીવન જીવતા હતા. તેમણે જીવનપર્યંત ધર્મમય પસંદ કર્યું હતું. વર્ષી તપ, માસ ખમણ અનેક દિવસોના ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. છેલ્લે તેમણે 45 ઉપવાસની ભાવના વ્યક્ત કરી હતી. સંથારો ગ્રહણ કર્યો હતો. આખરે આજે બાવીસમાં ઉપવાસના દિવસે તેમનો સંથારો સીજી ગયો હતો. આજે સવારે તેમના નિવાસ સ્થાન પટેલ કોલોનીથી તેઓની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં જૈન સમાજના અનેક ભાઈઓ-બહેનો જોડાયા હતા અને સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.

 

રાજકોટ: મોરબીવાળા હાલ રાજકોટ સુરેશકુમાર ગોવિંદજીભાઈ પારેખ (ઉં.80) તે દેવેનભાઈ, જયેશભાઈના પિતા, ગોરધનદાસ કેશવજીભાઈ પાટડીયા (ઘડીયાલી)ના જમાઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4 થી 5, બંને પક્ષનું સાથે ભીમનાથ મહાદેવ મંદિર, 2/9 ગાયત્રીનગર, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: કચ્છી લોહાણા સ્વ.જેઠાબેન આશાનંદ પરસોત્તમદાસ ચંચલના પુત્ર વસંતરાય તે સ્વ.ભાગીરથીબેનના પતિ, દીપક, મનીષ, હિરેનના પિતા, અર્ચનાબેન, રત્નાબેનના સસરા, સ્વ.મુળરાજભાઈ, ઓધવજીભાઈ, વલ્લભભાઈ, ડુંગરશીભાઈ, રમેશભાઈ, સ્વ.તુલસાબેન, સ્વ.દમયંતીબેનના ભાઈ, સ્વ.જશોદાબાઈ શિવજીભાઈ ચંદે (ગામ-અકરી) હાલ પુનાના જમાઈનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

બીલખા: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અશોકભાઈ પુરૂષોત્તમભાઈ ભટ્ટ (મુખ્યાજી-શ્રીબાલકૃષ્ણ હવેલી-બીલખા)(ઉં.67) તે ઈલાબેનના પતિ, અમદાવાદ નિવાસી પ્રશાંત, રાજકોટ નિવાસી વૈશાલીના પિતા, દિનેશભાઈ, સ્વ.વિનોદભાઈ, કીર્તિભાઈ, પંકજભાઈના ભાઈનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી 6, બિલનાથ મહાદેવ મંદિર, મોતીબાગ પાસે, વંથલી રોડ, જુનાગઢ છે.

અમરેલી: ઔદિચ્ય સહત્ર સાડા ચારસો બ્રાહ્મણ સ્વ.દુર્ગાશંકર જયશંકર ત્રિવેદીના પુત્ર પ્રદીપભાઈ (ઉં.64) તે કિરણભાઈ, હરીશભાઈના ભાઈ, તુલસીના પિતા, અનીતાબેનના પતિનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી 6, મહાજન પાર્ટી પ્લોટ, સ્ટેશન રોડ, અમરેલી છે.

જૂનાગઢ: કેતનભાઈ અરૂણકાંત વસાવડા તે સ્મીતાબેનના પતિ, પરી જય છાયા, આરાધી વસાવડાના પિતાનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના સાંજે 5 થી 6, આઈ.એમ.એ. હોલ, ગાંધીગ્રામ, જુનાગઢ છે.

પોરબંદર: અંજલીબેન અશોકભાઈ મોદી (ઉં.21) તે મનોજભાઈ રમણીકલાલ મોદી, મહેશભાઈની ભત્રીજીનું તા.23ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના 3-30 થી 4 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે છે.

પોરબંદર: દિલીપભાઈ મથુરાદાસ ભુપ્તા (ઉં.70) તે સ્વ.મથુરાદાસ ભુપ્તાના પુત્ર, સ્વ.રમણીકભાઈ (નાથુભાઈ)ના નાનાભાઈ, કમલેશભાઈ, કિશનભાઈ, નિર્મળાબેનના પિતાનું તા.23ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે છે.

તાલાલા ગિર: સ્વ.કેશવભાઈ ડાયાભાઈ મકવાણાના પુત્ર પરસોત્તમભાઈ (નાનુભાઈ)(ઉં.74) તે ધીરૂભાઈ, સુરેશભાઈના ભાઈ, આનંદભાઈના પિતા, મિથુનભાઈના કાકાનું તા.24મીએ અવસાન થયું છે. બેસણું તા.25ના સવારે 9 થી 5 સુધી કડવા પટેલ સમાજ, ગલીયાવડ રોડ, તાલાલા છે. ટેલીફોનીક બેસણું તા.26મીને શુક્રવારે છે.

રાજકોટ: સ્વ.મગનલાલ શામજી સોમૈયા (જામખંભાળીયા) વાળાના પુત્રવધુ પુષ્પાબેન પ્રફુલભાઈ સોમૈયા (ઉ.73) તે અલ્પેશભાઈ, નીલેશભાઈ, જેમીનીબેન બીપીનકુમારના માતા, પ્રધાન નાનજી વિઠલાણી (પોરબંદર)ના પુત્રી, બીપીનકુમાર સવજીભાઈ જટણીયાના સાસુ, રજનીભાઈ, તુષારભાઈ (જામખંભાળીયા) ના કાકાનું તા.ર4 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.રપ નાં સાંજે 4 થી પ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ચંદનપાર્ક મેઈન રોડ, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: હિન્દુ કારડીયા રાજપૂત મુ. કાત્રાશા નિવાસી, તા. માળિયા હાટીના જિલ્લો:- જૂનાગઢના વાલાભાઈ પીઠાભાઈ ડોડિયા (ઉ.72) તે કાનભાના પિતાનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ તા.રપ ના સવારે 8 થી પ:30 સુધી તેઓના નિવાસ સ્થાન મુ. ગામ:- કાત્રાશા ગિર રામ મંદિરે છે.

ગોંડલ: રમેશભાઈ ભગતભાઈ ઝાપડા તે કમલેશભાઈ, નરેશભાઈના મોટાભાઈનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ તા.રપ ના બપોરે 4 થી 6 સુધી ભગવતપરા પટેલ સોસાયટી, શેરી નં.4, ગોંડલ છે.

રાજકોટ: અનિલભાઈ રણછોડભાઈ ચાવડા (ઉ.54) તે રીટાબેનના પતિ, ઝીલ, શ્રેયાંસના પિતા, સ્વ.દામજીભાઈ, દિનેશભાઈ, રમેશભાઈના ભાઈ, રવિકુમાર મનોજભાઈ વાઘેલાના સસરા, બિમલભાઈ રમણીકલાલ જેઠવાના બનેવીનું તા.ર1 ના અવસાન થયું છે. બેસણુ તા.રપ ના સાંજે 4:30 થી 6:30 મિત હાઈટ્સ, ગોવર્ધન ચોક, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: દિલીપભાઈ રતિલાલ ગણાત્રા (ઉં.72) તે સ્વ.રતિલાલ નાગજી ગણાત્રાના પુત્ર, જયશ્રીબેનના પતિ, ભરતભાઈ, હસુમતીબેન ભરતકુમાર ખંધડિયાના મોટાભાઈ, રીનાબેન કમલેશકુમાર હાથી, શીતલબેન બીપીનકુમાર તન્ના, પરેશભાઈના પિતા, શૈલીબેનના સસરા, શ્રુત, રિયાંશના દાદા, ઉત્સવ નિધિ અને મિસરીના નાના, ધીરુભાઈ, મનુભાઈ, બબાભાઈ નરોતમભાઈના બનેવી, ગિરધરભાઈ કરસનભાઈ કારીયાના જમાઈનું અવસાન થયુ છે. બેસણુ તા.26 નાં સાંજે પ થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, મેઘાણીનગર શેરી નંબર-3, નિવાસ સ્થાનની પાછળ, પિયર પક્ષની સાદડી સાથે છે.

ભાવનગર (ઢસા જંકશન):- પ્રતિભાબેન દિલીપકુમાર જોષી (ઉ.70) તે નિવૃત્ત સ્ટેશન માસ્તર ડી.જે.જોષીના પત્ની, મનિષભાઈ (અમદાવાદ), હેતલબેન એ. જાની (ભાવનગર)ના માતા, શશીભાઈ સી. જોષી, સ્વ.રજનીભાઈ, દેવેન્દ્રભાઈ, નયનભાઈ, માધુરીબેન એમ. મહેતા (ઢસા જંકશન), સ્વ.દક્ષાબેન બી. વ્યાસ (ધારી), નયનાબેન એસ. ઠાકર (ઉમરગામ) ના મોટા બહેનનું તા.ર0 ના અવસાન થયુ છે. સાસરી પક્ષનું બેસણુ તા.રપ ના સાંજે 4 થી 6 રામવાડી-1, ભીડભંજન મહાદેવ મંદિર સામે, ભાવનગર, પિયર પક્ષનું બેસણુ તા.ર6 નાં સાંજે 4 થી 6 શિવ શક્તિ રામજી મંદિર, ઢસા જંકશન છે.

જૂનાગઢ: મૂળ ખોરાસા (આહિર), હાલ જૂનાગઢ સૂર્યકાંત (ભિખુભાઈ) હરજીવન ભટ્ટ (ગોરબાપા) તે પુષ્પાબેનના પતિ, જીતેન્દ્ર, સંજય, હર્ષદ, પ્રફુલા જયંત પંડયા, ભારતી શૈલેષ પુરોહિત, ભાવના અમિત પંડયાના પિતા, ચેતના, અંજુના સસરા, કૃતાર્થ, પ્રગતિ, જિયાના દાદા, શ્યામ, સ્મિત, પ્રથમેશ અને જયમીનના નાનાનું તા.ર4 ના અવસાન થયુ છે.

મોટી પાનેલી: મોટી પાનેલી નિવાસી હાલ રાજકોટ સ્વ.મણીલાલ મકનજી પારેખના પુત્ર બીપીનભાઈ પારેખનું તા.ર4 ના રોજ અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક