• ગુરુવાર, 25 જૂન, 2026

રામ મંદિર : ચંપતરાય સહિત 17 આરોપી

અયોધ્યા, તા. 24 : રામ મંદિરમાં ચડાવાની ચોરીના બહુચર્ચિત પ્રકરણમાં ખાસ તપાસ ટીમ (સીટ)એ તપાસ અહેવાલમાં મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા, નિર્માણ પ્રભારી ગોપાલ રાવ સહિત 17 લોકોને આરોપી માન્યા છે. આ તમામ આરોપી સામે એફઆઈઆર થવી લગભગ નિશ્ચિત મનાય છે. સીટની ટીમે એવા લગભગ 150 સેવાદારો, કર્મચારીઓ ચિહ્નિત કર્યા છે, જેમની આર્થિક સ્થિતિમાં  રામલલ્લાની પ્રતિષ્ઠા બાદ બદલાવ આવ્યો છે.

શેષાવતાર મંદિરે ધ્વજારોહણ સાથે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું

અયોધ્યા, તા. 24 : અયોધ્યાનાં રામ મંદિરનું નિર્માણકાર્ય અંતે શેષાવતાર મંદિરનાં શિખર ઉપર ધ્વજારોહણ સાથે પૂરું થયું છે. આ અવસરે એક ભવ્ય કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર હજાર લોકોએ ભાગ લીધો હતો. જો કે કાર્યક્રમમાં કોઈ વીઆઇપી મહેમાન પહોંચ્યા નહોતા. શેષાવતાર મંદિરનું નિર્માણ પૂરું થવાની સાથે જ રામ મંદિરમાં બનનારાં મંદિરોનું કામ પણ પૂરું થયું છે. હવે માત્ર ઓડિટોરિયમ, ટ્રસ્ટ કચેરી, શ્રદ્ધાળુ સુવિધા કેન્દ્ર જેવા નિર્માણકામ જ બાકી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક