નોર્ટિંગહામ,
તા.2પ: ઈંગ્લેન્ડ સામેના ત્રીજા અને ફાઇનલ સમાન ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે જોરદાર શરૂઆત
કરી હતી. પહેલા દિવસે ચાના સમય બાદ ન્યુઝીલેન્ડના વિના વિકેટે 302 રન થયા હતા. કપ્તાન
ટોમ લાથમ અને ડવેન કોન્વેએ બન્નેએ ઈંગ્લેન્ડના બોલર્સની ધોલાઇ કરીને સદી ફટકારી હતી.
કેપ્ટન લાથમ 13 ચોક્કાથી 143 રને અને કોન્વેએ ફોર્મમાં વાપસી કરીને 204 દડામાં 22 ચોક્કા
અને 3 છક્કાથી 149 રન બનાવી ક્રિઝ પર હતા. ન્યુઝીલેન્ડ ઈલેવનમાંથી ઇજાને લીધે મેટ હેનરી
અને ગ્લેન ફિલિપ્સ બહાર થયા હતા. હેનરીએ પાછલા મેચમાં 11 વિકેટ લીધી હતી અને ફિલિપ્સે
સદી કરી હતી જ્યારે ઈંગ્લેન્ડ ટીમમાં કેપ્ટન બેન સ્ટોકસ અને ગસ એટકિન્સનની વાપસી થઇ
હતી.