• ગુરુવાર, 25 જૂન, 2026

ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં બુમરાહને ખસેડી કિવિઝ બોલર મેટ હેનરી ટોચ પર

વન ડે બેટિંગ ક્રમાંકમાં શુભમન ફાયદા સાથે બીજા નંબર પર

દુબઈ, તા.24 : ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં ભારતના સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહને ખસેડીને ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી ટોચના સ્થાને પહોંચ્યો છે. તેના અને બુમરાહના એક સમાન 870 પોઇન્ટ છે. હેનરીએ ઇંગ્લેન્ડ સામેના બીજા ટેસ્ટમાં 11 વિકેટ લીધી હતી. આથી તે 6 ક્રમ ઉપર આવી પહેલા નંબર પર આવી થયો છે. 1990 પછી આઇસીસી ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં નંબર વન બોલર બનનાર મેટ હેનરી પહેલો બોલર બન્યો છે.

જયારે ઇંગ્લેન્ડનો અનુભવી બેટધર જો રૂટ ફરી એકવાર ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ટોચ પર પહોંચ્યો છે. તે બે ક્રમ ઉપર આવી 871 રેટિંગ પોઇન્ટ સાથે પહેલાં સ્થાન પર આવી ગયો છે.

વન ડે બેટિંગ ક્રમાંકમાં ભારતીય કપ્તાન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. આથી તે ત્રણ સ્થાન ઉપર આવીને બીજા નંબર પર આવી ગયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક