અમદાવાદ, તા. 18 : ચીને વધુ ત્રણ ભારતીય ચોખા નિકાસકારની નોંધણી રદ કરી છે. ચીનનો દાવો છે કે, ભારતમાંથી મોકલવામાં આવતા ચોખામાં આનુવંશિક રીતે સુધારેલા જીવો હોય છે. આ નવી કાર્યવાહી સાથે, કુલ 10 ભારતીય ચોખા નિકાસકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અસરગ્રસ્ત ત્રણ કંપનીમાં આંધ્રપ્રદેશના કાકીનાડાની સરલા ફૂડ્સ અને પટ્ટાભી એગ્રો ફૂડ્સનો સમાવેશ થાય છે તેમજ નવી દિલ્હીની ઓમ ઇન્ડિયા ટ્રાડિંગ લિમિટેડનો પણ સમાવેશ થાય છે.
જો
કે, ભારતીય ચોખાના વેપારીઓનો આરોપ છે કે, ચીન જાણી જોઈને ભારતીય ચોખાના વેપારમાં અવરોધ
લાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે, આ નિયમિત ગુણવત્તા નિરીક્ષણનો વિષય નથી લાગતો.
ચીન આયાત -જકાત વધાર્યા વિના અન્ય નિયમો અને પ્રતિબંધો દ્વારા ભારતીય ચોખાના વેપારને
પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવા પ્રતિબંધોને નોન-ટેરિફ અવરોધો તરીકે ઓળખવામાં
આવે છે. ભારતીય નિકાસકારોએ પણ આને વેપાર યુદ્ધ તરીકે વર્ણવ્યું છે.
ચોખા
નિકાસકારોના જણાવ્યા અનુસાર, ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સે કેટલાક ભારતીય
ચોખાના કન્સાઇન્મેન્ટને બિન-અનુપાલનકર્તા જાહેર કર્યા છે. ચીની ખરીદદારે અહેવાલ આપ્યો
છે કે, ચીની અધિકારીઓએ ચોખાના કન્સાઇન્મેન્ટમાં ઋખઘત શોધી કાઢયા છે. આ કન્સાઇન્મેન્ટમાં
બધા તૂટેલા ચોખા હતા. જો કે, ભારતમાં ચીની અધિકારીઓએ વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું
હતું અને શિપમેન્ટ પસાર કર્યા હતા. ભારત સરકારે ચીનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, દેશમાં
કોઈ ઋખ પાક ઉગાડવામાં આવતા નથી.