• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

યુવીએ મેસેજમાં ‘ગુરુમંત્ર’ આપ્યો ને અભિષેકે ફટકારી દીધી ફાસ્ટેસ્ટ સદી

નવી દિલ્હી, તા.19 : અભિષેક શર્માને અફઘાનિસ્તાન સામે તોફાની બેટીંગમાં યુવરાજ સિંહે ખાસ મેસેજ કરી આપેલો ગુરુમંત્ર કામમાં આવ્યો હતો. સિરીઝની શરૂઆતની બે મેચોમાં અનુક્રમે 82 અને 39 રનની શાનદાર રમત રમ્યા બાદ અભિષેકને તેના મેન્ટર યુવરાજ સિંહનો એક ખાસ મેસેજ મળ્યો હતો. અભિષેકે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, બીજી મેચ પૂરી થયા પછી યુવી પાજીનો મેસેજ આવ્યો હતો કે મારે દરેક બોલ પર પરાણે મોટો શૉટ ન મારવો જોઈએ. જો કોઈ બોલ મારા હાટિંગ સ્લોટમાં ન હોય, તો સ્ટ્રાઈક રોટેટ કરીને એક-બે સિંગલ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેણે વધુમાં ઉમેર્યું, હું ક્રિઝ પર લાંબો સમય સુધી ટક્યો રહું તેમ યુવરાજ સિંહ હંમેશાં ઈચ્છે છે.

ઇ-પેપરના નવા શુલ્ક