અમેરિકી પ્રમુખના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
વોશિંગ્ટન, તા.
19 ઃ અમેરિકાના
પ્રમુખ ડોનલ્ડ
ટ્રમ્પે શુક્રવારે
જણાવ્યું હતું
કે, તેમના
પુત્ર ડોનાલ્ડ
ટ્રમ્પ જુનિયરે રશિયન ઓલિગાર્કને
નાણાં સંપૂર્ણપણે
પરત કરી
દીધા છે,
જેમણે તેમના
ભવ્ય લગ્નની
ઉજવણીના કેટલાક
ખર્ચ માટે
ભંડોળ પૂરું
પાડ્યું હતું.
વિદેશી પ્રભાવ
અને નૈતિક
ઉલ્લંઘનોને લઈને
થયેલી ભારે
આલોચના અને
વિવાદ બાદ
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું
આ નિવેદન
સામે આવ્યું
છે.
‘પ્રોપબ્લિકા’
દ્વારા અગાઉ
પ્રકાશિત કરવામાં
આવેલી એક
તપાસમાં ખુલાસો
થયો હતો
કે, રશિયાના
ઉમર ક્રેમલેવ
દ્વારા સેંકડો
હજારો ડોલર
આપવામાં આવ્યા
હતા, જેનો
ઉપયોગ બહામાસમાં
પ્રાઈવેટ આઈલેન્ડ
અને ભવ્ય
આતશબાજી સહિતના
આફ્ટર પાર્ટી
આયોજનો માટે
કરવામાં આવ્યો
હતો.
ઓવલ ઓફિસમાં
પત્રકારો સાથે
વાતચીત કરતી
વખતે રાષ્ટ્રપ્રમુખ
ટ્રમ્પે સ્પષ્ટતા
કરી હતી
કે, ભેટ
સ્વીકારવી સામાન્ય
બાબત છે
અને ઘણા
લોકો લગ્નની
પાર્ટીઓનું આયોજન
કરતા હોય
છે. જો
કે, તેમણે
ઉમેર્યું કે,
જ્યાં સુધી
તેમને માહિતી
મળી છે,
તેમના પુત્રએ
તે નાણાં
પરત કરી
દીધાં છે,
કારણ કે,
તે આ
પ્રકારના વિવાદોમાં
પડવા માગતા
ન હતા.
ટ્રમ્પ જુનિયરના
સત્તાવાર પ્રવક્તાએ
પણ આ
ચૂકવણીનો ઇન્કાર
કર્યો ન
હતો અને
જણાવ્યું હતું
કે, ઉમર
ક્રેમલેવ તેમના
એક અંગત
મિત્ર છે.
સોશિયલ મીડિયા
પર પણ
આ જોડીએ
આ ભેટનો
બચાવ કરતા
તેને મિત્ર
તરફથી મળેલી
એક અસાધારણ
ઉદાર લગ્નની
ભેટ ગણાવી
હતી. ઉલ્લેખનીય
છે કે,
ક્રેમલેવ રશિયાના
રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર
પુતિનના ખૂબ
નજીકના સહયોગી
છે અને
ઇન્ટરનેશનલ બોક્સિંગ
એસોસીએશનના વડા
પણ છે.
આ મામલો
સામે આવ્યા
બાદ અમેરિકાની
કોંગ્રેસના ડેમોક્રેટ્સ
નેતાઓએ આ
મામલે તપાસ
શરૂ કરી
છે, જ્યારે
વિવિધ એથિક્સ
વોચડોગ જૂથોએ
પણ ગંભીર
ચિંતા વ્યક્ત
કરી છે.