• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

ઓસ્ટ્રેલિયા-એ સામેની સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, વિજયને મળી તક

નવી દિલ્હી, તા.18 : ઓસ્ટ્રેલિયા-એ સામે રમાનારી બે ચાર દિવસીય (અનઓફિશિયલ ટેસ્ટ) મેચો માટે ઈન્ડિયા-એ ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કર્ણાટકનો બોલર વિજયકુમાર વૈશાક ઇજાગ્રસ્ત છે. જેથી તેની જગ્યાએ આંધ્રપ્રદેશના ઓફ સ્પિનર ત્રિપુરાના વિજયનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિજય પહેલેથી જ બોર્ડની નજરમાં હતો. તેને બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે સ્પિન બાલિંગ કેમ્પમાં પણ બોલાવવામાં આવ્યો હતો. દુલીપ ટ્રોફીની ફાઇનલમાં સાઉથ ઝોન તરફથી રમતા 5 વિકેટ ઝડપીને તેણે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 17 મેચમાં 57 વિકેટ લીધી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક