• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

સ્પામ કોલ્સ પર ટ્રાઇની તલવાર

નવા નિયમો; જાણકારી આપ્યા વિના કરાયેલા કોમર્શિયલ કોલ્સ બ્લોક થશે

નવી દિલ્હી, તા. 19 ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇંડિયા (ટ્રાઇ) બોગસ અને વણજોઇતા કોમર્શિયલ, સ્પામ કોલ રોકવા માટે શનિવારથી નવા નિયમ લાગુ કર્યા હતા.

નવા નિયમો હેઠળ રોબોકોલ્સ, ઓટોમેટેડ કોલ્સ અને એઆઇ આધારિત સ્પામ એપ્સ નિયમનના દાયરામાં લવાયા છે. જો કોઇ સ્પેમરના પાંચ કે તેથી વધુ નંબર 10 દિવસમાં લખાશે તો તેનું ટેલિકોમ જોડાણ કાપી નંખાશે. સાથો સાથ એક વર્ષ માટે આવા સ્પેમરને બ્લેકલિસ્ટ પણ કરી દેવાશે.

સિવાય ઓટોમેટેડ કોલ્સ પર પાંચ પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ પણ લાગશે, રેકોર્ડેડ અવાજવાળા કોલ્સ પર પણ પાબંદી મૂકાશે. આવા કોલ્સ કરનાર કંપનીઓએ પહેલાંથી ટેલિકોમ ઓપરેટરને જણાવવું પડશે કે, તે કયા નંબરનો ઉપયોગ કરશે.   ખાસ જાણવા જેવા કડક નિયમની વાત કરીએ તો જાણકારી આપ્યા વિના કરાયેલા કોઇપણ ઓટોમેટિક કોલને સ્પાસ માનીને બ્લોક કરી દેવાશે. ઓટોમેટિક કોલ્સ પર પાંચ પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગશે. જોકે 140, 160 જેવા સત્તાવાર કોમર્શિયલ નંબર્સ કે સરકારના માન્યતા પ્રાપ્ત કોલ્સને તેમાંથી મુક્તિ મળશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક