• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

ધોરાજી: ધોરાજી તાલુકાના નાની પરબડી ગામના સરપંચ નાનજીભાઇ ગજેરાના પિતા હંસરાજભાઇ મેઘજીભાઇ ગજેરાનું અવસાન થતા  પરિવારજનોએ સ્વ.નાં ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના સાગર સોલંકી અને ધર્મેન્દ્ર બાબરીયાને જાણ કરાતા  સરકારી હોસ્પિટલ ધોરાજીના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. કુનાલ બંસલ અને મેડિકલ ટીમે ચક્ષુદાન સ્વિકાર્યું હતું. આ તકે કરસનભાઇ ગજેરા, નાનજીભાઇ ગજેરા, મનસુખભાઇ ગજેરા, અમીતભાઇ ગજેરા, કિરીટભાઇ ગજેરા, સંદીપભાઇ ગજેરા, તરૂણભાઇ ગજેરા, રણછોડભાઇ વાગડીયા, અરવિંદભાઇ ગજેરા, સુરેશભાઇ ગજેરા, કિશોરભાઇ વાંક સહિત હાજર રહ્યા હતા. તેઓની અંતિમ યાત્રામાં વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

ચક્ષુદાન

ધોરાજી: ધોરાજીના કુંદનબેન ગોકળદાસ સુચકનું અવસાન થતાં પરિવારજનોએ કુંદનબેનના ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને તેમની મેડિકલ ટીમે સેવાઓ બજાવી હતી. આ તકે પ્રિતેશભાઇ સુચક, ધવલભાઇ ગઢીયા, દિપકભાઇ આહીયા, સિદ્ધાર્થભાઇ સુચક, રીશીતભાઇ ગોકાણી અને સાગરભાઇ ઝાલા સહિતનાઓ હાજર રહ્યા હતા. સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા 453મું ચક્ષુદાન કરાયું છે.

રાજકોટ: મૂળ ગામ અડવાળ, તા. ધંધુકા, હાલ રાજકોટ મહેન્દ્રસિંહ ગોવુભા ઝાલા (ઉ.71) તે અજયસિંહ ઝાલાના પિતા, યુવરાજસિંહના દાદા, સ્વ. ભુપતસિંહ જીવણસિંહ જાડેજા (ખાંભા)ના જમાઇનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.17ને ગુરૂવારે 4 થી 6 તેઓના નિવાસસ્થાન વૃંદાવન સોસાયટી, બ્લોક નં.263, શેરી નં.6, ન્યારી ફિલ્ટર પ્લાન્ટની સામે, કાલાવડ રોડ,  રાજકોટ છે.

જામનગર: રાધિકા (સોનુ) જીગ્નેશભાઇ તન્ના તે પ્રવિણભાઇ મથુરાદાસ તન્ના, સ્વ. પ્રમોદભાઇ મથુરાદાસ તન્નાની પૌત્રી, વિપુલભાઇ,િમથુનભાઇ, ઋત્વિકભાઇ તન્નાની ભત્રીજીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14નાં સાંજે 5 થી 5-30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં ભાઇઓ- બહેનો માટે છે.

રાજકોટ: કનૈયાલાલ ભગવાનજી ઠક્કર તે સ્વ. કાન્તાબેનના પતિ, જયેશ (એચ.જે. સોફટવેર)ના પિતા, પ્રભુદાસભાઇ નરશીદાસ મીરાણી પાનેલી વાળા (હાલ મોરબી)ના  જમાઇ, મીનાબેન ઘનશ્યામકુમાર ખખ્ખર, વૈશાલીબેન જસ્મિનકુમાર પોપટના  પિતા, હિનાબેન, જયેશભાઇના સસરા, જીગર, જયેશભાઇના દાદાનું તા.13ના  અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 4-30 થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક પાસે, રાજકોટ છે.

જૂનાગઢ: શીતલબેન કારીયા તે સ્વ. લાલજીભાઇ મોહનલાલ કારીયાના પત્નીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 4 થી 6 લોહાણા મહાજન વાડી, ગિરનાર રોડ, જૂનાગઢ છે.

વાંકાનેર: પ્રવિણચંદ્ર હરીલાલ દોશી (દોશી બ્રધર્સ- વાંકાનેર)નાં પત્ની વર્ષાબેન (ઉં.72) તે જલ્પાબેન, અલ્પાબેન, સ્વ. હાર્દિકભાઇનાં માતા, નિલેશભાઇ, જયભાઇ, પલકબેનનાં સાસુનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણુ: તા.17ના સવારે 9-30 સ્થળ: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વાંકાનેર છે. ભાવ યાત્રા સવારે 10 કલાકે દેરાવાસી જૈન ભોજનશાળા દિવાનપરા, વાંકાનેર છે.

ધોરાજી: લોહાણા કુંદનબેન ગોકળદાસ સૂચક (ઉં.96) તે સુધીરભાઇ ગોકળદાસ સૂચક (બાદશાહી કોલ્ડડ્રિંકવાળા), કિરીટભાઇ ગોકળદાસ સૂચક, કુસુમબેન મહેન્દ્રભાઇ રાચ્છ, માલતીબેન બીપીનભાઇ બગડાઇ, વર્ષાબેન પ્રકાશભાઇ કાનાબાર, ચેતનાબેન પ્રવીણભાઇ ભીંડોરાનાં માતા, નીમેશભાઇ, પ્રજ્ઞેશભાઇ, પ્રિતેશભાઇ, સિદ્ધાર્થભાઈનાં દાદીનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, બેસણુ: તા.14ના સવારે 9-30થી 11-30 સુધી લોહાણા મહાજન વાડી, જૂનાગઢ રોડ, ધોરાજી પિયર પક્ષ, માણેક પરિવાર-રાજકોટનું બેસણું/ સાદડી સાથે છે.

લીમધ્રા (િગર) : સ્વ. કાંતિલાલ, નાનજીભાઇ શેઠિયાનાં પત્ની પ્રભાબેન (ઉં.95) તે સ્વ. રમણીકલાલ, નરોત્તમભાઇ તેમજ રસીલાબેન હસમુખલાલ ગણાત્રા, સરોજબેન પ્રવિણકુમાર મશરૂનાં માતાનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.14ના 4થી 6 તેમનાં નિવાસસ્થાને લીમધ્રા છે.

જામખંભાળિયા:  કરશનભાઇ રૂડાભાઇ નકુમ (સેન્ટ્રલ બેન્કવાળા)ના નાના પુત્ર  તથા રાજેશભાઇ કરશનભાઇના નાનાભાઇ અને આદિત્ય અને માહીના પિતા, રોહિતભાઇ કરશનભાઇ નકુમ (શ્રીકૃષ્ણ આઇસક્રીમ સેન્ટર) (ઉં.53)નું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના સાંજે 4થી 4-30 જલારામ મંદિર, જામખંભાળિયા છે.

રાજકોટ: ગુર્જર સુથાર જેતપુર નિવાસી હાલ રાજકોટ કાન્તાબેન કરગથરા તે સ્વ. રામજીભાઇ કરગથરાનાં પત્ની, સ્વ. વાલજીભાઇ ગોરધનભાઇ કરગથરાના નાના ભાઇનાં પત્ની, પ્રકાશભાઇનાં માતાનું તા.11નાં અવસાન થયું છે. બેસણું તા.14ને સાંજે 4-30થી 6 સુધી પંચશીલ હોલ, પંચશીલ સોસાયટી મેઇન રોડ, રાજકોટ છે. પિયર પક્ષનું બેસણું સાથે છે.

પોરબંદર: લતાબેન રસિકલાલ મોદી (ઉં.77) તે સ્વ. રસિકલાલ બાબુલાલ મોદીનાં પત્ની, કૌશિકભાઇ, મૌલિકભાઇનાં માતા, (જામખંભાળિયાવાળા) દ્વારકાદાસ રામજીભાઈ લાલનાં પુત્રીનું તા.13ના અવસાન થયું છે પ્રાર્થના  સભા, પિયર પક્ષની સાદડી તા.14નાં 4-15થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુક્ત છે.

આદ્રી: ધોબી ભનુભાઇ દયાળભાઇ પરમાર (ઉં.75) તે પ્રવિણભાઇના મોટાભાઇ, નરેન્દ્રભાઇ, નિતનભાઇ અને સંગીતાબેન સોલંકીના પિતા, ક્રિષ્નાબેનના દાદા, નયન પરમારના મોટા બાપા, ધર્મિષ્ટાબેન, વૈશાલીબેન, નિમીષાબેનના નાનાનું અવસાન થયું છે.

શાપુર (સોરઠ): દર્શન અરવિંદભાઇ કારીયા (ઉં.37) (ગો.જે. વાળા)નું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14ના બપોરે 4થી 5-30 ભાગનાથ મહાદેવ મંદિરે છે.

રાજકોટ: મૂળ ગામ નાજાપુર, હાલ શાપર (રાજકોટ) રહેતા વરિયાવંશ પ્રજાપતિ મુકેશભાઇ મનજીભાઇ લાઠીયા (ઉ.53) તે ચિરાગભાઇ, ધવલભાઇ, જયભાઇના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.14ના રાત્રે 8 થી 10 કલાકે વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, યુનિટ નં.2, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક