-કાર્યક્રમ અંતર્ગત રાજકોટના ઈન્ફલૂએન્ઝર્સનો સન્માન સમારોહ પણ યોજાશે
રાજકોટ, તા.19 ઃ ફૂલછાબ દૈનિક દ્વારા આગામી તા.9 થી તા 17 જાન્યુઆરી
સુધી રાજકોટમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રામકથા અને તેની સાથે જોડાયેલી ‘િવદ્યાવૃક્ષ’ યોજનાની સમગ્ર વિગતોને રજૂ કરતી વેબસાઈટનુ આજે તા.20ને રવિવારે સવારે 10.30 કલાકે
શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે આવેલી ધોળકિયા સ્કૂલ ખાતે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ડો.નેહલ શુક્લ, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, કલેક્ટર ડો.ઓમ પ્રકાશ, રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખીલેશ્વરાનંદજી ઉપરાંત ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંતભાઈ ધોળકિયા વિશેષ ઉપસ્થિત રહેશે. આ તમામ મહાનુભાવોના હસ્તે જ વેબસાઈટનું લોન્ચિંગ કરાશે. કાર્યક્રમ અંતર્ગત સોશિયલ મીડિયામાં બહોળી ખ્યાતિ ધરાવતા રાજકોટના ઈન્ફ્લુએન્ઝર્સનો સન્માન સમારોહ પણ યોજાશે. આ પ્રસંગે શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ફૂલછાબ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના 105 વર્ષ
જૂના વર્તમાન પત્ર દ્વારા આયોજિત થઈ રહેલી મોરારિબાપુની રામકથા માત્ર ધાર્મિક પ્રસંગ નથી પરંતુ શિક્ષણના યજ્ઞનું એક વિશેષ આહ્વાહન છે ‘િવદ્યાકુંજ’ ઝુંબેશ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના માનવી સુધી જ્ઞાનની ગંગા પહોચાડવાનો આ એક ભગીરથ પ્રયાસ હોવાનું ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા અને મેનેજર નરેન્દ્રભાઈ ઝીબાએ જણાવ્યું હતું.