ખેલાડીઓને બે અલગ-અલગ પ્રકારની જર્સીની જરૂર પડતાં મામલો પેચીદો બન્યો
નવી
દિલ્હી, તા.19 : એશિયન ગેમ્સ માટે જાપાન જવા રવાના થતાં પહેલાં ભારતીય પુરુષ ક્રિકેટ
ટીમ સામે જર્સીનો પ્રશ્ન ઊભો થયો હતો. ટીમના કેટલાક ખેલાડીઓને તેમના યોગ્ય માપની એટલે
કે ફાટિંગવાળી કિટ મળી નહોતી. જોકે, બાદમાં સમસ્યા ઉકેલી દેવાઈ હતી.
ભારતીય
ખેલાડીઓને બે અલગ-અલગ પ્રકારની જર્સીની જરૂર છે. એક જાપાન સામેની ફ્રેન્ડલી મેચ માટે
અને બીજી એશિયન ગેમ્સની સત્તાવાર મેચો માટે. આ બન્ને જરૂરિયાતને કારણે જ સાઇઝ અને ફાટિંગમાં
મુશ્કેલીઓ પડી હતી. આ મામલે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના અધિકારીએ જણાવ્યું હતું કે,
મોટાભાગની સમસ્યાઓ દૂર કરી દેવામાં આવી છે. કેટલીક કિટ આવવાની બાકી છે, જે ટૂંક સમયમાં
જ ખેલાડીઓ સુધી પહોંચાડી દેવામાં આવશે.
શ્રેયસ
અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમ રવિવારે વહેલી સવારે નવી દિલ્હીથી જાપાન જવા રવાના
થશે. 22મીએ જાપાન સામે રમાનારી એક ટી20 મેચમાં ટીમ પોતાની નિયમિત કિટ પહેરશે. ત્યારબાદ
28 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સની ક્રિકેટ ઇવેન્ટનો સત્તાવાર પ્રારંભ થશે, ત્યારે તમામ
ખેલાડીઓ એશિયન ગેમ્સની સત્તાવાર જર્સીમાં મેદાન પર ઉતરશે.