• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

હાથશાળ પર શ્રેષ્ઠ વણકરીના કારીગર પુંજાભાઇનું અવસાન

ચોરવાડઃ કાણેક ગામના વતની અને  ગુજરાતમાં હાથશાળ પર શ્રેષ્ઠ વણકરી કામમાં સરકાર તરફથી ઇનામ પ્રાપ્ત કરનાર  પુંજાભાઇ ભાયાભાઇ બોરીચાનું 120 વર્ષની ઉંમરે તા.11ના અવસાન થયું છે. પુંજાબાપા વણકરી, સુથારી, શિવણ, ભરતકામ, ડીઝાઇનર, ઇન્ટીરીયર કામના અનુભવી હતા. રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ કામગીરીના ભાગ રૂપે પ્રશસ્તિપત્રથી સન્માનિત પણ થયા હતા. પુંજાબાપા કાણેકથી ચોરવાડ વચ્ચે સવાર- સાંજ ચાલીને જવા આવવાનો ક્રમ 115 વર્ષની ઉંમર સુધી સતત જાળવી રાખી નિરામય જીવન જીવ્યા હતા. ઉતરક્રિયા અને ભજન સંધ્યા તા.16ને બુધવારે સાંજના 4 થી રાત્રીના 12 સુધી છે.

ચક્ષુદાન

કુકસવાડાઃ  કાનાભાઇ લખમણભાઇ જેઠવાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. આરેણા શિવમ ચક્ષુદાન સંસ્થાની પ્રેરણાથી થયેલા ચક્ષુ આઇ બેંક સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

ચક્ષુદાન

રાજકોટઃ નીરુબેન બીપીનભાઇ કક્કડનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર  ચક્ષુદાન કરાવેલું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં  કુલ 890 મું ચક્ષુદાન થયેલું છે. સમગ્ર ગુજરાતમાં અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટનાં ચેરમેન ઉમેશ મહેતા- મો.94285 06011 નો સંપર્ક કરવા જણાવાયું છે.

માળિયા હાટીનાઃ રીટાબેન કાનાબાર (..60) તે સ્વ.પ્રવિણભાઈના પત્ની, સ્વ.કલ્યાણજીભાઈ હેમરાજભાઈના પુત્રવધુ અને સ્વ.ગોવિંદભાઈ, સ્વ.મનુભાઈ પકોડાવાળાના નાનાભાઈના પત્ની, સ્વ.નગીનભાઈ અને નાગરભાઈના ભાભી અને નિલેશભાઈ ગોટેચા તથા મનીષભાઈ ગોટેચાના બહેનનું તા.14 ના અવસાન થયું છે.

રાજકોટઃ કૌશલ્યાબેન (..69) તે સિરૂભાઈ હરિરામ ધનવાણીના પત્ની, રેનુબેન મનીષભાઈ, બિંદીયાબેન સુનિલભાઈ તથા હિતેશભાઈના માતા તેમજ મેઘાબેનના સાસુ તેમજ માયાન્શીના દાદીનું તા.14 ના અવસાન થયું છે. ઉઠમણુ (પગડિયું) તા.16 ના સાંજે કલાકે, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, શ્રીજીનગર મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક