ચક્ષુદાન
રાજકોટ:
જયકાંતભાઇ દુર્ગાશંકર જોશી (ઉ.66)નું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન
કરવામાં આવ્યું છે. અર્હમ ચેરીટેબલ ટ્રસ્ટના આંખના ડો. ધર્મેશ શાહ તેમજ તેમની ટીમે
માનદ્ સેવા આપી છે. શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ચક્ષુદાન કરવામાં
આવ્યું છે.
વિંછીયા:
ઉદયભાઈ (ઉં.61) તે સ્વ.િહંમતલાલ પ્રાણલાલ જસાણીના પુત્ર, લલીતભાઈ તથા સ્વ.િદનેશભાઈના
મોટાભાઈનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.14ને સોમવારે
વિંછીયા ખાતે કોળી સમાજની વાડી, ભારદ મેલડી માં મંદિર સામે, પાળીયાદ રોડ ખાતે સાંજે
4 થી 5 છે.
સાવરકુંડલા:
રજનીકાંતભાઈ વલ્લભદાસ પાઠક (ઉં.79) તે ભદ્રેશભાઈના પિતાનું તા.10ને ગુરૂવારે અવસાન
થયું છે. બેસણું તા.12ને શનિવારે સાંજે 4 થી 6, મોઢ મહાજન ડેલો, જે.વી.મોદી હાઈસ્કૂલ
પાસે, સાવરકુંડલા તેમના નિવાસ સ્થાને છે.
સાવરકુંડલા:
ભાવનગર નિવાસી (હાલ ગાંધીનગર) ચંદ્રપ્રભાબેન મુકુંદરાય મુની તે નંદિતાબેન મુકુંદરાય
મુનીના માતાનું તા.7ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.12ને શનિવારે બપોરે 4 થી
6, મોઢ મહાજન વાડી, મણીભાઈ ચોક, સાવરકુંડલા ખાતે છે.
મોરબી:
ગુણવંતરાય તુલસીદાસ રાચ્છ (ઉં.74) તે પ્રભાબેનના પતિ, કાંતિભાઈ, રમણિકભાઈ, ભારતીબેન
કટારીયા, મંજુલાબેન ખાખરીયાના ભાઈ, સંદીપ, હિરેન, તૃપ્તિ, દિપ્તિના પિતા, અક્ષય, જીતના
દાદા, તુલસીદાસ રૂઘનાથ ભોજાણી (દુધઈવાળા)ના જમાઈનું અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર
પક્ષનું બેસણું તા.12ને શનિવારે સાંજે 4 થી
6, એ.કે. કોમ્યુનિટી હોલ, ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ, પેટ્રોલ પંપવાળી શેરી,
મોરબી ખાતે છે.
રાજુલા:
જ્યોતિબેન મહેતા (ઉ.82) તે સ્વ. મંગળદાસ જયંતીલાલ મહેતાના પત્ની, ડુંગર ગામના પૂર્વ
સરપંચ મનીષ મહેતાના માતા તેમજ યુવા પત્રકાર ધર્મેશ મહેતાના દાદી, રાજવી, હેતવીના નાની,
કમલેશકુમાર તથા રૂપલના સાસુ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. જસંવતભાઇ, સ્વ. કાન્તિભાઇ, સ્વ.
પ્રવિણભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, કાળાબેન નવીનચંદ્ર, સ્વ. મંજુબેન હર્ષદભાઇ, જયાબેન રમણીકલાલના
ભાભી, મહુવા નિવાસી સ્વ. જેઠાલાલ વનમાળીદાસ મહેતાના દીકરી, સુરેશભાઇ, ભુપતભાઇના બહેનનું
અવસાન થયું છે. બેસણું ડુંગર મુકામે તેમના નિવાસસ્થાને તા.12ને શનિવારે બપોરે 4 થી
6 છે.
રાજકોટ:
મધુબેન પીઠડીયા (ઉ.વ.73) તે સ્વ.ગોરધનભાઈ વાલજીભાઈ પીઠડીયાના પત્ની, અતુલભાઈ તથા ઉલ્પેશભાઈના
માતા, મૌલીના દાદી તથા અશ્વીનભાઈના ભાભુનું તા.11 ને શુક્રવારે અવસાન થયું છે. બેસણુ
તા.14 ને સોમવારે સાંજે 4 થી પ રામેશ્વર મહાદેવ મંદીર, કોઠારીયા મેઈન રોડ, સુતા હનુમાનની
આગળ, પુનીત સોસાયટી ખાતે છે.
રાજકોટ:
સોરઠીયા દરજી ચીભડીયા ગોહેલ સુરેશભાઇ ગોકળભાઇ ગોહેલ (ઉ.58) (વાસાવડ વાળા) તે હસમુખભાઇ
અને ચેતનભાઇ ગોહેલ (સુરત)ના ભાઇ તથા લખન ગોહેલના પિતા અને મેહુલ ચેતનભાઇ ગોહેલના ભાઇજીનું
તા.10ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.12 ને શનિવારે સાંજે 4 થી 6 રવિન્દ્રનાથ ટાગોર
ટાઉનશીપ એ-િવંગ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, પેન્ટાગોન પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે
તથા તા.14ને સોમવારે સાંજે 4 થી 6 મોમાઇ માતાજી મંદિર, મુ. વાસાવડ, તા. ગોંડલ, જી.
રાજકોટ ખાતે રાખેલ છે.
જેતપુર:
બ્રહ્મક્ષત્રિય સ્વ. હેમતલાલ દેવકરણ આશરા (કાલાવડ વાળા)ના પુત્ર દિલીપ (ઉ.55) તે સ્વ.
હિતેશ, ઉમેશ તથા ચારૂલતાબેન વિજયકુમાર જોગી (ગોંડલ)ના ભાઇ, સ્વ. વૃજલાલ, સ્વ. નંદલાલ,
સ્વ. કિશોરચંદ્ર, સ્વ. નગીનદાસ, જગદીશચંદ્રના ભત્રીજા તથા પરમાણંદભાઇ વૃજલાલ બોસમીયા
(ભાવનગર)ના ભાણેજનું તા.10ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.12ને શનિવારે સાંજે
4 થી 5-30 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, જેતપુર ખાતે રાખેલ છે.
પોરબંદર:
સરોજબેન પારેખ (ઉ.વ.66) તે મહેન્દ્રકુમાર વલ્લભદાસ પારેખના પત્ની તથા પ્રીત (િકશન)
તથા મીલીન્દ (રાજુ), ઉર્વી પીનલભાઈ વરીયા, હાર્દિકા રાજેનભાઈ શાહ, ચાંદની ભાવિનભાઈ
ડાઘાના માતા તેમજ ઉર્મિશા, ચરવિત, મનસ્વી, આધ્યાના દાદી તેમજ કલ્પ (કાનો), કૃતિન, ધ્રુતિ,
કીઆરા અને દ્રષ્ટિના નાની તેમજ ગોરધનદાસ ગાંધીના પુત્રી અને હસમુખભાઈ, વિનોદભાઈના બહેનનું
તા.10 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.12 ને શનિવારે 3:30 થી 4 વાણીયાવાડમાં હીરાભવન
ખાતે છે. પીયરપક્ષની સાદડી પણ સાથે છે.
પોરબંદર:
શશીકલાબેન મોટલા (ઉ.વ.86) તે મુંબઈ નિવાસી સ્વ.િકશોરભાઈ ચુનીલાલ મોટલાના પત્ની તથા
સોનલ અને સુકેતુના માતા, પૂજાના દાદીમા તથા મુકેશભાઈ વશી અને સોનાલીબેનના સાસુમા અને
પોરબંદરના શાંતિલાલ તથા કાંતિલાલ જમનાદાસ મદલાણીના બહેનનું તા.9 ના અવસાન થયું છે.
રાજકોટ:
ગોંડલના વીરજીભાઈ લક્ષ્મણભાઈ સોલંકીના પુત્ર તથા દિવ્યેશ સોલંકી અને મનીષ સોલંકીના
પિતા તથા જયશ્રીબેન અમૃતલાલ સોલંકીના પતિ, અમૃતલાલ વીરજીભાઈ સોલંકી (ઉં.81) નું તા.11
ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.12 ને શનિવારે બપોરે 4 થી 6 તેમના નિવાસ સ્થાન દિવ્યેશ
એ. સોલંકી, ગ્રાઉન્ડ ફ્લોર, બંકવેટ હોલ, હરિદ્વાર હિલ્સ, મોકાજી સર્કલ પાસે, નાના મવા,
રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
પ્રતાપભાઈ ટાંક (ઉ.વ.54) તે સ્વ.જયંતિલાલ શામજીભાઈ ટાંકના પુત્ર, સંજયભાઈના ભાઈ, દિપ્તીબેનના
જેઠ, કરણ અને કિન્નરીનાં મોટાભાઈનું તા.10 ના અવસાન થયું છે. બેસણુ તા.1ર ને શનિવારે
બપોરે 4 થી 6 તુલસી પાર્ક-1, શ્રી તુલશેશ્વર મહાદેવ મંદિર, આલ્ફા પ્લસવાળી શેરી, રાધે
હોટલવાળી શેરી, રોઝરી સ્કૂલ પાસે, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે, રાજકોટ ખાતે છે.