• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ : કાનજીભાઈ સવજીભાઈ વાગદોડિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 888મું ચક્ષુદાન થયેલું છે. ગુજરાતમાં અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (94285 06011)નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ: કમલેશભાઈ વ્યાસ (ઉં.71) તે સ્વ.ધનેશ્વરભાઈ કલ્યાણજીભાઈ વ્યાસના પુત્ર, સ્વ.જયંતભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.અશ્વિનભાઈના નાનાભાઈ, પ્રતિમાબેન કમલેશભાઈ વ્યાસના પતિ, દિપલ, વત્સા અને આનંદના પિતા, ભાવેશ તથા સ્વ.હેમાંગના કાકાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.10ને ગુરૂવારે સાંજે 4 થી 6, નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલ સામે, વિરાણી ચોક, રાજકોટ ખાતે છે.

જેતપુર: જેતપુર નિવાસી (હાલ અમદાવાદ) કિશોરભાઈ કામાણી તે વ્રજલાલ તલકચંદ કામાણીના પુત્ર, ભોગીલાલ પુંજાણીના જમાઈ, નિર્મળાબેન, ઈન્દુબેન, પ્રવિણભાઈ, રેખાબેન તથા નિલાબેનના ભાઈ, ગીતાબેનના પતિ, પાયલ તથા પ્રિયાંકના પિતાનું તા.8ને મંગળવારે અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલો છે.

રાજકોટ: શોભનાબેન તે વાલમ બ્રાહ્મણ શ્રી ભવાની મહાકાળી જોષી પરિવાર રમેશચંદ્ર ગિરજાશંકર જોષી (સીટીઆઈ, વેસ્ટર્ન રેલવે)ના પત્ની, સુચિતભાઈ તથા મિતાલીબેન નિલયકુમાર પંડયાના માતા, બીપીનચંદ્રભાઈ, ભાલચંદ્રભાઈ, સ્વ.પ્રદ્યુમ્નભાઈ તથા સ્વ.લલિતભાઈના લઘુબંધુના પત્ની અને ત્રિલોકભાઈના ભાભી તથા ગુણવંતરાય પરસોત્તમદાસ જોષી (ગાયત્રી ટીમ્બર માર્ટ-જોરાવરનગર)ના પુત્રીનું તા.7ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.10ને ગુરૂવારે સાંજે 4 થી 6, રેલવે લોકો કોલોની, કોમ્યુનિટી હોલ, જામનગર રોડ, રાજકોટ ખાતે છે.

ખંભાળિયા: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ હંસગૌરી (ઉં.72) તે સ્વ.પ્રવિણચંદ્ર વલ્લભજી પંડિતના પત્ની, કેતનકુમાર, વર્ષાબેન દિપકકુમાર વ્યાસ, સંગીતાબેન હિતેશભાઈ વ્યાસ તથા કીર્તિબેન વિપુલકુમાર પાઠકના માતા તથા જાનવીબેનના સાસુનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.10ને ગુરૂવારે 4-30 થી 5, શરણેશ્વર મહાદેવ મંદિર ખંભાળીયા ખાતે છે.

રાજકોટ: દિવ્યાબેન (ઉં.63) તે બીપીનભાઈ મનસુખલાલ પડીયાના પત્ની, વિશાલ તથા કુનાલના માતાનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ને ગુરૂવારે સાંજે 4-30 થી 6, બંને ક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે છે.

પોરબંદર: જેઠાલાલ પ્રેમજીભાઈ થાનકી (ઉં.87)(રામ એન્જીનીયરીંગ વાળા) તે સ્વ.મંજુલાબેનના પતિ, સ્વ.રામજીભાઈ, સ્વ.જીવનભાઈ, સ્વ.ગોરધનભાઈના નાનાભાઈ, વિજયભાઈના પિતા, વર્ષાબેન વિજયભાઈ થાનકીના સસરા, જાનકી મિલન જોષી અને રૂદ્રના દાદાનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ને શુક્રવારે સાંજે 4 થી 5, ઝુંડાળાના વિદ્યાર્થી ભવન ખાતે છે.

જામનગર: રાકેશભાઈ પ્રેમજીભાઈ રાજાણી તે અશ્વિનભાઈ, મિલનભાઈના ભાઈ તથા આનંદ અને કિન્નરી મયંક સાતાના પિતાનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ના સાંજે 4 થી 5, મહેર સમાજ, ખોડિયાર કોલોની મેઈન રોડ, જામનગર રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું ઉઠમણું પણ સાથે છે.

રાજકોટ: ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હરેશભાઈ ગીરજાશંકર ભટ્ટ (ઉં.75) તે દિનેશભાઈ, સ્વ.કિશોરભાઈ, જનકભાઈ, અજીતભાઈ, રાજેશભાઈના મોટાભાઈ, પ્રતિક તથા સાગરના પિતાનું તા.7ના સોમવારે અવસાન થયું છે. બેસણું તા.10ને ગુરૂવારે ભીડભંજન મહાદેવ મંદિર, સાગર ચોક, દૂધસાગર રોડ, રાજકોટ ખાતે છે.

પોરબંદર: પ્રભુદાસ હિરજીભાઈ બુદ્ધદેવ (ઉં.77) તે તારાબેનના પતિ,

સ્વ.હેમરાજભાઈ, સ્વ.દુર્લભજીભાઈ, સ્વ.મગનભાઈ, ધીરૂભાઈના ભાઈ તથા પરેશભાઈ (લાલાભાઈ), ઈશિતાબેન દીપેનભાઈ પોપટ (કેશોદ)ના પિતા તથા આદિત્યના દાદા અને હેત્વીના નાના અને દ્વારકાવાળા પરમાણંદજી ચત્રભુજ ગોકાણીના જમાઈનું તા.7ના અવસાન થયું છે.

પોરબંદર: દિવાળીબેન હેમરાજભાઈ ઠકરાર (ઉં.90) તે હિતેશભાઈ તથા દક્ષાબેનના માતા અને નિરાલીના દાદીમાનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ના 4-15 થી 4-45 લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: રેખાબેન (ઉં.68) તે લલિતભાઈ ગાંડાલાલ જોષીના પત્ની, ભાવેશભાઈ, કૌશિકભાઈ, શિલ્પાબેન કિશનકુમાર રાવલ (ગોંડલ)ના માતા, ભાર્ગવભાઈ, અમિષભાઈના કાકી તેમજ શરદભાઈ, કિર્તીભાઈ (કુકાવાવ)ના મોટા બહેનનું તા.9ને બુધવારે અવસાન થયું છે. બેસણું તા.12ને શનિવારે તેમના નિવાસ સ્થાન “મહાદેવ’’ યાગરાજ-1, હોલી રીડીમર સ્કૂલની બાજુમાં, અયોધ્યા ચોક, રાજકોટ મુકામે સાંજે 4 થી 6 છે.

રાજકોટ: હસમુખભાઈ રતિલાલ જોબનપુત્રા (ઉં.74) તે શોભનાબેનના પતિ, નીતિ દર્શિત તન્ના, શ્રુતિ નીરજ શીંગાળા, દિપ્તી કુશલ ઉનડકટ, દેવાંશી પ્રતિક સાદરાણીના પિતા, મીરાબેન હરીશભાઈ મદલાણી, લીનાબેન ભરતભાઈ સોમૈયા, ગીતાબેન નીતિનભાઈ ગંડેચા, ભાવનાબેન રાજુભાઈ પુજારાના ભાઈ, વિશાલ વિપુલભાઈ જોબનપુત્રાના ભાઈજી, સ્વ.છગનલાલ દેવચંદ અનડકટના જમાઈનું તા.8ને મંગળવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10ના સાંજે 4 થી 6, જનકલ્યાણ હોલ, અમીન માર્ગ, રાજકોટ ખાતે છે. સસરા પક્ષની સાદડી સાથે જ છે. લૌકિક ક્રિયા બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક