• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

જમીનનું પણ બનશે આધાર કાર્ડ : નવી સ્કીમ લોન્ચ

DILRMP 3.0 હેઠળ તમામ જમીનના રેકોર્ડ બનશે ડિજીટલ

ત્રીજા તબક્કાના દિશાનિર્દેશો જાહેર : 2026-31 માટે 565.5 કરોડનું બજેટ મંજૂર

નવી દિલ્હી, તા. 11 : સરકારે તમામ જમીનનો રેકોર્ડ રાખવા માટે એક નવી સ્કીમની શરૂઆત કરી છે. ડિજીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (ડીઆઈએલઆરએમપી) હેઠળ ગ્રામ્યથી લઈને શહેર સુધીની જમીનોનો રેકોર્ડ રાખવામાં આવશે. જેના માટે ડીઆઈએલઆરએમપીના ત્રીજા તબક્કાની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. ડીઆઈએલઆરએમપી 3.0 સ્કીમ માટે 2026-31 દરમિયાન 565.5 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ સ્કીમનો હેતુ લેન્ડ રેકોર્ડ, રજિસ્ટ્રેશન અને સંબંધિત આંકડાઓને જીઆઈએસ બેઝ્ડ ડિજીટલ ફ્રેમવર્ક ઉપર લાવવાનો છે.

સ્કીમ લોન્ચ કરતા સમયે કેન્દ્રીય ગ્રામ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, આ સ્કીમ વ્યક્તિગત રેકોર્ડના ડિજિટલાઈઝેશનથી આગળ વધીને એક યૂનિફાઈડ લેન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ તરફ લઈ જશે. આ યોજનાથી કિસાનોને સંસ્થાગત લોન સરળતાથી પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને સરકારી કચેરીઓના વારંવાર ચક્કર કાપવાની જરૂરીયાત રહેશે નહી.

હકીકતમાં લેન્ડ સ્ટેક એક યુનિફાઈડ ડિજીટલ ફ્રેમવર્ક છે. જે જિયો રેફરેન્સ્ડ કેડસ્ટ્રલ મેપ, અધિકારનો રેકોર્ડ, સંપત્તિની નોંધણી અને સંબંધિત અદાલતી વિવાદ જેવી જમીન સંબંધિત વિવિધ જાણકારીઓને જીઆઈએસ આધારિત ડિજીટલ ઈન્ટરફેસના માધ્યમથી એકસાથે લાવશે.

યૂનિવર્સલ ભૂ-આધાર

આ સ્કીમ હેઠળ દેશની દરેક જમીનને 14 અંકનો એક યૂનિક ઓળખ નંબર આપવામાં આવશે. જેથી સંપત્તિઓની સ્પષ્ટ ઓળખ થઈ શકે તેમજ છેતરપિંડી ખતમ કરી શકાય.

રજીસ્ટ્રેશન સર્વિસ સેન્ટરમાં બદલાવ

પાસપોર્ટ સેવા સેન્ટરની જેમ વધારે ભીડ ધરાવતી 75 સબરજિસ્ટર કચેરીઓને ડિજીટલ અને સારી સુવિધાઓ સાથે સર્વિસ સેન્ટર તરીકે આધુનિક બનાવવામાં આવશે.

જૂના રેકોર્ડનું સ્કેનિંગ

વારસાના અધિકારોની સુરક્ષા અને વારસાગત જમીન સંબંધિત વિવાદને ઘટાડવા માટે, જમીન અને સંપત્તિના જૂના રજીસ્ટ્રેશન રેકોર્ડને વ્યવસ્થિત રૂપથી સ્કેન કરીને ડિજીટલ રૂપે સુરક્ષિત રાખવામાં આવશે.

ડિજીટલ પ્લેટફોર્મ ઉપર માહિતી

રજીસ્ટર્ડ દસ્તાવેજો અને સંપત્તિઓ સંબંધિત દેવાદારી કે ઋણની જાણકારી આપતું એક સુરક્ષિત ડિજીટલ પ્લેટફોર્મ છે. જે જમીનની માલિકીની તપાસ, જૂના ખરીદ વેચાણના ઈતિહાસ અને સંપત્તિ સંબંધિત જરૂરી તપાસને સરળ બનાવશે.

પેપરલેસ રેવન્યૂ કોર્ટ

રાજસ્વ ન્યાયાલય મામલા પ્રબંધન પ્રણાલી (આરસીસીએમએસ)નું આધુનિકીકરણ કરીને તેને ભૂમિ રેકોર્ડ સાથે જોડવામાં આવશે. જેથી પેન્ડિંગ મામલાની સંખ્યા ઘટાડી શકાય અને મ્યૂટેશન સંબંધિત મામલાના ઉકેલમાં ઝડપ આવી શકે.

અર્બન લેન્ડ મેંિપંગ

નકશા (એનએકેએસએચએ) પાયલટ પ્રોજેક્ટમાં તેજી લાવતા સટીક અને જીઆઈએસ સંલગ્ન શહેરી રેકોર્ડ તૈયાર કરવામાં આવશે અને તેના હેઠળ અર્બન પ્રોપર્ટી કાર્ડ જાહેર થશે.

ઇ-પેપરના નવા શુલ્ક