• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

avshan nodh

લીલાખા: ભલગામ (બીલખા) નિવાસી શામજીભાઈ રૂડાભાઈ ઠુંમર (ઉ.79) તે સાકરબેન શામજીભાઈ ઠુંમરના પતિ, જીવનભાઈ, સંજયભાઈ ઠુંમર, ભાવનાબેન દિનેશભાઈ મેસીયા (ખંભાળીયા)ના પિતા, ધીરૂભાઈ અને વલ્લભભાઈ ઠુંમર (છોડવડી)ના મોટાભાઈ, પ્રવિણભાઈ, લાલજીભાઈ અને મનુભાઈ હરખાણી (લીલાખા) ના મામાનું તા.7 ના અવસાન થયું છે. તા.1ર ને રવિવારના ધૂન, કિર્તન અને બટુક ભોજન રાખેલ છે.

રાજકોટ: મંજુલાબેન પ્રેમચંદભાઈ દેસાઈ (ઉં.85) મૂળ લાઠી હાલ રાજકોટ તે જીતેનભાઈ, ચેતનાબેન, રિતેશભાઈ, પ્રતિમાબેન ભગત, દિપ્તીબેન તુષારકુમાર શાહના માતુશ્રી તથા ડો.વસંતરાય ઉદાણીના બહેન તથા રાહુલ, ધવલ, ઈશાન અને દેવાંગીના દાદીનું તા.8ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.10ને ગુરુવારે સાંજે 4 વાગ્યે સંભવનાથ જૈન સંઘ, નંદનવન પાર્ક, ગોલ્ડન સુપર માર્કેટ પાસેનો રોડ, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધારી: ખીચા નિવાસી (ધારી) હસમુખભાઈ જયંતીભાઈ જોષી (ઉં.63) તે વિનુભાઈ તથા કિશોરભાઈ જોષીના નાના ભાઈ, મુકેશ, અમિત તથા વિજય જોષીના કાકાનું તા.8ના અવસાન થયું છે.

રાજકોટ: દીપકભાઈ જાદવ (ઉં.66) તે સ્વ.હીરજીભાઈ જાદવના પુત્ર તથા ચાંદનીબેન, રાજનભાઈ, જલ્પાબેનના પિતા તેમજ મુકુંદભાઈ, સ્વ.રમેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, દિનેશભાઈ જાદવના નાનાભાઈનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.10ને ગુરુવારે સાંજે 4થી 6, શાત્રીનગર, અજમેરા, સર્વ ધર્મ મંદિરની સામે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક