હાઇકોર્ટનો 10 દિવસમાં સંચાર
સેવા બહાલ કરવા નિર્દેશ
નવી દિલ્હી, તા. 11 : સંચાર સેવા,
ઇન્ટરનેટ ઠપ્પ કરીને પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં થયેલા નરસંહારને દબાવવાની કોશિશ
કરતાં પાકિસ્તાનને મોટો ઝડકો લાગ્યો છે.
પીઓકે હાઇકોર્ટે પાક સરકારને
10 દિવસની અંદર ઇન્ટરનેટ સેવા બહાલ કરવાનો નિર્દેશ આપતાં જવાબ માંગ્યો છે.અદાલતી આદેશથી
પાકની સેના તેમજ સ્થનિક પ્રશાસનની બેચેની વધી ગઇ છે. સંચાર સેવા, ઇન્ટરનેટ સેવાની બહાલી
બાદ આખી દુનિયા પીઓકેની હિંસાને જોઇ, જાણી શકશે.
આતંકવાદને પોષતાં પાકિસ્તાને
પીઓકેમાં લોકોનો અવાજ ઊઠાવતી જોંઇટ અવામી એકશન કમિટિ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સંચારબંધીની
સાથો સાથ મીડિયાની તાણગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચ પર પણ પાક સરકારે રોક મૂકી દીધી છે.
ભારો ભાર આડોડાઇ કરતી પાકિસ્તાનની સરકારે નરસંહાર પર ઢાંકપિછોડો કરવા માટે આંતર રાષ્ટ્રીય
મીડિયા અને માનવ અધિકાર સંગઠનોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવાની અનુમતિ નથી આપી.