બોટાદ
સંપ્રદાયના રેણુકાબાઈ મહાસતીજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા
રાજકોટ:
બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ શ્રી શૈલેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તીશ્રી મધુબાઈ મ.સ.ના
સુશિષ્યા બા.બ્ર.પૂ. રેણુકાબાઈ મહાસતીજી તા.9ના માણેક ગુરુ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક,
નારણપુરા 71 વર્ષની વયે 49 વર્ષની દીક્ષા પર્યાય સહિત કાળધર્મ પામ્યા છે. માતા શારદાબેન
અને પિતા નગીનભાઈ શાહના ગૃહઆંગણે તા.09/ 09/1954ના
જન્મેલા રેણુકાબેને અમદાવાદ નારણપુરા સંઘમાં તા.12/02/1978, મહાસુદ પંચમીના આચાર્ય
શ્રી નવીનચંદ્રજી મ.સા.ના હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. તેઓશ્રીના લઘુભગિની શ્રી દીપિકાબાઈ
મ.સ. પણ દીક્ષિત થયા છે. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરી હતી.
ચક્ષુદાન
રાજકોટ:
રાજલભાઈ ભગીરથભાઈ મહેતાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છાનુસાર ચક્ષુદાન કરેલું છે.
જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન
જાગૃતિ અભિયાનમાં કુલ 886મું ચક્ષુદાન થયેલું છે.
જુનાગઢ:
દશા સોરઠીયા વણિક રાજેન્દ્રભાઈ હેમચંદભાઈ ધોળકીયા (ઉં.65) તે અભિષેક, સ્વ.િચન્મયના
પિતા, હિતાર્થના દાદા, સ્વ.િદનકરભાઈ, કિશોરભાઈના ભાઈ તથા સ્વ.ભાનુબેન, વનીતાબેન, મંજુલાબેન
અને નયનાબેનના ભાઈ, સ્વ.િવનયકાંત વિઠ્ઠલદાસ ગાંધીના જમાઈનું તા.10ના અવસાન થયું છે.
લૌકિક ક્રિયા બંધ છે.
ગઢડા
(સ્વામીના): પ્રતાપસિંહ ભૂપતસિંહ સિંધવ (ઉં.79) તે જનકબાના પતિ, ગં.સ્વ.વસંતબા પંચાંણજી
રાઠોડ (અમરેલી), વજેસિંહ તથા કરણસિંહના મોટાભાઈ, રાજેન્દ્રંિસંહ તથા ભરતસિંહ, નીતાબા
મુકેશકુમાર રાઠોડ (સણોસરા), ભાવનાબા ગંભીરસિંહ જાદવ (લીંબડી), ગીતાબા દિલીપસિંહ પરમાર
તથા ઈન્દુબા ધર્મેન્દ્રસિંહ જેઠવા (રાજકોટ)ના પિતાનું તા.4ના અવસાન થયું છે.
જસદણ:
રાજગોર બ્રાહ્મણ મનસુખભાઈ નરસિંહભાઈ ત્રિવેદી (ઉં.78) તે સ્વ.ભાનુશંકરભાઈના નાનાભાઈ,
શરદભાઈના મોટાભાઈ, મુકુંદભાઈ, સ્વ.જીતેન્દ્રભાઈ, અતુલભાઈ, ચેતનાબેન ઠાકર, કીરણબેન પંડયાના
કાકા, રેખાબેન જાની (એભલવડ), અનીતાબેન પંડયા, રંજનબેન ભટ્ટ તથા દીપકભાઈના બાપુજીનું
તા.10ના અવસાન થયું છે. બેસણું તા.14ને સોમવારે તેમના નિવાસ સ્થાન મોઢુકા (તા.િવંછીયા)
ખાતે છે.
વલભીપુર:
ગોહિલવડી ઓ. બ્રાહ્મણ વલભીપુર નિવાસી બટુકભાઈ શિવશંકરભાઈ ઉપાધ્યાયના પત્ની વિમળાબેન
(ઉ.70) તે નીતિનભાઈ, વિપુલભાઈ તથા સંજયભાઈ ઉપાધ્યાયના માતુશ્રી તેમજ કનુભાઈ ઉપાધ્યાય
(પીપરડી) ના ભાભી, ભરતભાઈ તથા રાજુભાઈ (પીપરડીવાળા) ના કાકી તેમજ હિંમતભાઈ આચાર્ય
(ભાવનગર) તથા શાંતિભાઈ આચાર્ય (અમદાવાદ)ના બહેન તેમજ પ્રકાશભાઈ, પ્રદીપભાઈ ઉપાધ્યાયના
મોટા બા તેમજ નિકુંજ, કર્તવ્ય, પાર્થના બા નું તા.10 મીએ અવસાન થયું છે. બેસણુ તા.14
ને સોમવારે સવારે 9 થી 6 આખો દિવસ રાંદલ માતાજીના મંદિરે વલભીપુર ખાતે રાખેલ છે.
વલભીપુર:-
ભાવસંગભાઈ દેવસંગભાઈ પરમાર (ઉં.82) તે રતનસંગભાઈના નાનાભાઈ તથા જોરસંગભાઈ તથા ભુપતભાઈના
મોટાભાઈ તેમજ કરણસિંહ, પ્રતાપસિંહના કાકા, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહના મોટાબાપુનું
તા.10 મીએ અવસાન થયું છે. બેસણુ તા.1ર તથા 13 શનિ-રવિ કારડિયા રાજપૂત સમાજ ભવન, વલભીપુર
ખાતે રાખેલ છે.