સેમિમાં
મલેશિયા વિરુદ્ધ 3-1 ગોલથી વિજય
મોકી
(ચીન), તા.11: ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ જૂ. એશિયા કપના ફાઇનલમાં પહોંચી છે. આજે
રમાયેલા સેમિ ફાઇનલમાં ભારતનો મલેશિયા ટીમ વિરૂધ્ધ 3-1 ગોલથી શાનદાર વિજય થયો છે. કપ્તાન
અનમોલ સિંઘે બે ગોલ કરી ભારતની જીતમાં મુખ્ય યોગદાન આપ્યું હતું. તેણે 16 અને પ4મી
મિનિટે ગોલ કર્યાં હતા જ્યારે સુખવિંદર સિંઘે એક ગોલ પ1મી મિનિટે કર્યોં હતો. મલેશિયા
તરફથી એકમાત્ર ગોલ મેચની અંતિમ મિનિટે એમ. રાહુલના નામે રહ્યો હતો. ફાઇનલમાં ભારતીય
જૂ. હોકી ટીમની ટક્કર પાકિસ્તાન અને કોરિયા વચ્ચેના બીજા સેમિ મેચની વિજેતા ટીમ સામે
રવિવારે થશે.
2023
જૂ. એશિયા કપમાં ભારતીય પુરુષ હોકી ટીમ પાકિસ્તાનને 2-1 ગોલથી હાર આપી ચેમ્પિયન બની
હતી. જયારે 2024માં પાકિસ્તાનને પ-3થી હાર આપી બીજીવાર ચેમ્પિયન બની હતી. હવે ખિતાબની
હેટ્રિકનો મોકો છે. ફાઇનલ પ્રવેશ સાથે ભારતીય જૂનિયર ટીમ આગામી વિશ્વ કપ માટે પણ કવોલીફાય
થઇ ચૂકી છે.