એક સર્વેના પરિણામોએ ઊંઘ ઊડાડી
વોશિંગ્ટન, તા. 11 : અમેરિકામાં
યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ
સિક્યોરિટી (ઉઇંજ) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક અઈં-જનરેટેડ પોસ્ટર અને
વીડિયોને કારણે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે.
ભારતીય-અમેરિકનો અને ખાસ કરીને
શીખ સમુદાયને લક્ષ્ય બનાવીને રજૂ કરાયેલા આ કેમ્પેઇનમાં ‘સેલ્ફ-ડિપોર્ટ કરો અથવા પરિણામ
ભોગવો’ જેવી ચેતવણી આપવામાં આવી હતી. આ ઝુંબેશ સામે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયથી
લઈને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેને ‘નસ્લવાદી’
તેમજ ‘ભારત-વિરોધી’ ગણાવવામાં આવ્યું છે.
ઉગ્ર વિરોધ અને રાજકીય દબાણ બાદ
ઉઇંજએ આ વિવાદાસ્પદ વીડિયો અને પોસ્ટ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી લીધી છે. ટ્રમ્પ
પ્રશાસનના ગેરકાયદેસર ઇમિગ્રેશન વિરોધી અભિયાન હેઠળ ઉઇંજના સત્તાવાર ડ એકાઉન્ટ પરથી
હોલીવૂડની પ્રખ્યાત ‘ટ્રાન્સફોર્મર્સ’ ફ્રેન્ચાઇઝીના પાત્રોનો દુરુપયોગ કરતું એક પોસ્ટર
શેર કરાયું હતું. ઓપ્ટિમસ પ્રાઇમ દ્વારા ધમકી : આ પોસ્ટરમાં મુખ્ય કેરેક્ટર ‘ઓપ્ટિમસ
પ્રાઇમ’ને એક દાઢીવાળી બ્રાઉન વ્યક્તિ એટલે કે ‘િમસ્ટર સિંહ’ સામે ઊભા રાખીને સીધી
ધમકી આપતાં દર્શાવાય છે કે, ‘સેલ્ફ-ડિપોર્ટ કરો અથવા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહો.’
અપમાનજનક કેપ્શન : આ પોસ્ટના
કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ‘અમારા રસ્તાઓ પરથી હટી જાઓ, તમને ગાડી ચલાવતાં
નથી આવડતી મિસ્ટર સિંહ.’ ભારતીય અને શીખ
સમુદાયમાં ‘સિંહ’ અટકનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી આ સીધો જાતિગત અને સમુદાય-વિશેષ પર
કરવામાં આવેલો પ્રહાર માનવામાં આવ્યો હતો.