દુકાનો,
મોલ, કાફે અને રેસ્ટોરાંને અઠવાડિયાના 7 દિવસ 24 કલાક ખુલ્લા રાખવાની છૂટ
ગુજરાત
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026 વિધાનસભામાં બહુમતીથી પસાર; પાંચ કાયદાની 12 કલમોમાં સુધારા,
રોકાણ
અને
રોજગારીને વેગ આપવાનો સરકારનો દાવોઅમદાવાદ, તા. 11: ગુજરાત હવે માત્ર દિવસ દરમિયાન
જ નહીં, રાત્રે પણ ધમધમતું રહેશે. રાજ્યમાં વેપાર-ધંધાને 24 કલાકની ગતિ આપવાના હેતુથી
વિધાનસભામાં ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે.
નવા કાયદાકીય સુધારા બાદ મોલ, કાફે, રેસ્ટોરન્ટ સહિતની દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને
નિયમો અને શરતોને આધીન રહીને અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ખુલ્લાં રાખી શકાશે. આ
નિર્ણયથી ખાસ કરીને રાત્રિના વેપારને વેગ મળવાની સાથે રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને
પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
ઉદ્યોગ
રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે ગૃહમાં બિલની વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં
ઉદ્યોગો અને વેપાર-ધંધાને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. રાજ્યમાં
ઉદ્યોગો અને વ્યવસાયો માટેની કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના
હેતુથી આ વિધેયક લાવવામાં આવ્યું છે.
સરકારના
જણાવ્યા મુજબ, સમગ્ર સુધારાનો હેતુ મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના અભિગમને
આગળ ધપાવવાનો અને રાજ્યમાં રોકાણ તથા રોજગારી માટે વધુ સાનુકૂળ માહોલ ઊભો કરવાનો છે.
પાંચ
કાયદાની 12 કલમમાં સુધારા
ગુજરાત
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026 હેઠળ રાજ્યના પાંચ અલગ-અલગ કાયદાઓની કુલ 12 કલમોમાં સુધારા
કરવામાં આવ્યા છે. બિનજરૂરી કાયદાકીય જટિલતાઓ દૂર કરવા, પરવાનગીની પ્રક્રિયામાં ભૌતિક
સંપર્ક ઘટાડવા અને ટેક્નોલોજી આધારિત શાસનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો
છે. મંત્રીના જણાવ્યા મુજબ, આ સુધારાઓથી રાજ્યમાં ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સ વધુ મજબૂત
બનશે અને રોકાણકારો માટે ગુજરાતમાં વધુ અનુકૂળ વાતાવરણ ઊભું થશે.
દુકાનો-વેપારી
સંસ્થાઓને 24ડ્ઢ7 કામગીરીની મંજૂરી
ગુજરાત
શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટમાં કરવામાં આવેલા સુધારા હેઠળ દુકાનો અને વ્યાપારી
સંસ્થાઓને અઠવાડિયાના કોઈપણ દિવસે 24 કલાક કામગીરી કરવાની છૂટ મળશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં
સેલ્ફ-ડિક્લેરેશન અને સ્વ-પ્રમાણીકરણની વ્યવસ્થા અપનાવવામાં આવશે. જોકે, કામના કલાકો,
આરામના અંતરાલ, કામદારોની રોજગારીની શરતો અને તેમના હકો-સુરક્ષા અંગેના લાગુ નિયમોનું
પાલન કરવું પડશે.
ફાયર
સેફ્ટીના નિયમો જોખમ આધારિત બનશે
ગુજરાત
ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટમાં સુધારા કરીને ફાયર સેફ્ટીના ધોરણોને
બિલ્ડિંગના પ્રકાર અને જોખમ આધારિત બનાવવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આનાથી બિનજરૂરી
કમ્પ્લાયન્સ અને ખર્ચમાં ઘટાડો થશે, જ્યારે અગ્નિ સલામતીના મૂળભૂત ધોરણો જળવાઈ રહેશે.
ખજખઊ
માટે રાઇટ ટુ બિઝનેસ વધુ સરળ
એમએસએમઇ
ફેસિલિટેશન એક્ટમાં સુધારા કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રાઇટ ટુ બિઝનેસનું
માળખું વધુ મજબૂત બનાવવામાં આવશે. વીજળી, જીઆઇડીસી, સહકારી અને સિંચાઈ સહિતના વધુ આઠ
રાજ્ય કાયદાઓને ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે જોડવામાં આવ્યા છે. આથી એમએસએમઇ માટે મંજૂરી
અને પ્રક્રિયાઓ સરળ બનવાની શક્યતા છે.
અન્ય
રાજ્યોના ડૉક્ટરો માટે નોંધણી સરળ
ગુજરાત
મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સુધારા બાદ અન્ય રાજ્યોમાં નોંધાયેલા તબીબો માટે ગુજરાતમાં
નોંધણી મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ઝડપી રજિસ્ટ્રેશનની
વ્યવસ્થા થવાથી તબીબી સેવાઓ અને પ્રોફેશનલ મોબિલિટીને વેગ મળવાની સરકારની અપેક્ષા છે.
સરકારી
સેવા મોડી પડે તો ઓટો-અપીલ
રાઇટ
ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
નિયત સમયમર્યાદામાં સરકારી સેવા અથવા ફરિયાદનો નિકાલ નહીં થાય તો ટેક્નોલોજી આધારિત
ઓટો-અપીલ અને ઓટો-એસ્કેલેશન વ્યવસ્થા હેઠળ મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચશે.