બર્મિંગહામ
તા.11: ઇંગ્લેન્ડ વિરૂધ્ધની 3 મેચની શ્રેણી પહેલેથી જ 0-2થી ગુમાવી ચૂકેલ પાકિસ્તાન
માટે ત્રીજા ટેસ્ટની હાર પણ નિશ્ચિત બની છે. જો કે પાક. ટીમ એક દાવની હાર ખાળવામાં
સફળ રહ્યું છે. મેચના ત્રીજા દિવસની આખરી કલાકમાં પાકિસ્તાનના બીજા દાવમાં 8 વિકેટે
3પ0 રન થયા હતા. ઇંગ્લેન્ડ પાસે 320 રનની સરસાઇ હતી આથી પાકિસ્તાન માત્ર 30 રન આગળ
થયું છે અને બે વિકેટ જ બચી છે. આથી પાક. ટીમનો 3-0થી સફાયો નિશ્ચિત સમાન છે.
બીજા
દાવમાં પાકિસ્તાની બેટધરો ઈંગ્લેન્ડની પેસ બેટરીનો મજબૂતીથી સામનો કરવામાં સફળ રહ્યા
હતા અને સિરીઝમાં પહેલીવાર 200 જ નહીં 300 ઉપરના સ્કોર સુધી પહોંચ્યા હતા. ખાસ કરીને
કપ્તાન બાબર આઝમે ફોર્મમાં વાપસી કરીને 103 દડામાં 11 ચોક્કા-1 છક્કાથી 76 રન કર્યાં
હતા. જયારે શાન મસૂદ પ રને સદી ચૂકી ગયો હતો. તે 148 દડામાં 12 ચોક્કાથી 9પ રને આઉટ
થયો હતો. બાબર અને મસૂદ વચ્ચે ચોથી વિકેટમાં 89 રનની ભાગીદારી થઇ હતી. આ પહેલા મસૂદ
અને અઝાન અવૈસ વચ્ચે ત્રીજી વિકેટમાં 12પ રનની ભાગીદારી થઇ હતી. અવૈસ પ9 રને આઉટ થયો
હતો. સઇમ અયૂબ અને અબ્દુલ્લાહ શફીક ઝીરોમાં આઉટ થયા હતા. સૂદ શકીલે 29 રન કર્યાં હતા.
ઇંગ્લેન્ડ તરફથી એટકિન્સને 3 વિકેટ લીધી હતી.