• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

avshan nodh

ગઢડા શાત્રી સ્વામી હરિપ્રકાશદાસનું અક્ષરગમન

ગઢડાઃ મૂળ ગઢપુર ધામના વતની તથા ગાંધીનગર નિવાસી સંપ્રદાયનિષ્ઠ સંત શાત્રી સ્વામી હરિપ્રકાદાસનું પૂર્ણ શતાયુ જીવન વ્યતીત કર્યા બાદ અક્ષર નિવાસ થતા સમગ્ર ગઢપુર ધામ, સત્સંગ સમાજ, શિક્ષણ જગત તથા સમગ્ર સંપ્રદાયમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

સ્વામીએ પોતાના જીવનના સંપૂર્ણ સો વર્ષ ધર્મ, સત્સંગ, શિક્ષણ, સંસ્કૃત ભાષા અને સંપ્રદાયના સિદ્ધાંતોની અવિરત સેવા માટે સમર્પિત કર્યા હતા. ગઢડા ધામ ખાતે અંતિમ દર્શન દરમિયાન ચેરમેન શાત્રી સ્વામી હરિજીવનદાસ સહિતે અક્ષરવાસી સ્વામી ભૌતિક રીતે આપણી વચ્ચે હોવા છતાં, તેમના વિચારો, ગ્રંથો, જ્ઞાનસેવા અને સત્સંગપ્રત્યેની અડગ નિષ્ઠા દ્વારા તેઓ સદાય સત્સંગ સમાજના હૃદયમાં અક્ષુણ્ણ રહેશે તેમ જણાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

ચક્ષુદાન

રાજકોટઃ મીનાબેન અરુણકુમાર દોશીનું અવસાન થતાં તેમના પરીવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 887 મું ચક્ષુદાન થયેલું છે. ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (94285 06011) નો સંપર્ક કરવા જણાવાયું છે.

ચોરવાડઃ ગોપાલદાસ મથુરાદાસ નથવાણી (.75) તે વીણાબેનના પતિ, વિપલ અને પરાગના પિતા, પ્રભુદાસભાઈના નાનાભાઈ, વજુભાઈ તથા કિશોરભાઈ, જયાબેન, ચંદ્રિકાબેન, ભાનુબેન, અછુંબેન, સ્વ.કુંદનબેનના મોટાભાઈ, સ્વ.િવજયભાઈ રૂપારેલ, સ્વ.િકશોરભાઈ રૂપારેલ ડબ્બાવાળાના બનેવીનું તા.7 ના રોજ અવસાન થયું છે.

બોટાદઃ મેમણ આરીફભાઈ ધાનાણી (કલરવાળા) ના દીકરા ઈમરાન (ઉં.20) નું અવસાન થયું છે. જિયારત તા.8 ને મંગળવારે મર્દો માટે 9 થી 10 જુના કબ્રસ્તાને અને ઔરતો માટે 9 થી 10 તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

વાંકાનેરઃ જેતુનબેન શબ્બીરભાઈ મલકાની (.78) તે મુસ્તફાભાઈ (મુંબઈ), મુફદલભાઈ (વાંકાનેર), બતુલબેન તાજણી (રાજકોટ)ના માતા તથા અસગીભાઈ તાજણીના સાસુનું તા.6 ના અવસાન થયું છે. ઝિયારત-સીયુમના સીપરા તા.8 ને મંગળવારે ઝોહર અસરની નમાજ બાદ સૈફી મસ્જીદ વાંકાનેર મુકામે છે.

મોરબીઃ મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીના દાદીમા જયાબેન રાઘવજીભાઈ સુરાણી (ઉં.95) નું તા.5 ને શનિવારે અવસાન થયુ છે. બેસણુ તા.10 ને ગુરુવારે બપોરે 3 થી 5 વિભૂતિ હોલ, સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક