• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

અમેરિકામાંયે રેવડી કલ્ચર ઃ ચૂંટણી જીતવાનું ટ્રમ્પ કાર્ડ

- જીતે તો દરેક નાગરિકને 4.2 લાખ રૂપિયા આપવાનું વચન

વોશિંગ્ટન, તા. 10  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્ત્વપૂર્ણ નિવેદનોને કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ તેમણે અમેરિકન નાગરિકોને પાંચ હજાર ડોલરનું ડિવિડન્ડ આપવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેનાં યુદ્ધના કારણે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી નીચે નહીં આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. બંને નિવેદનો અમેરિકાની અર્થવ્યવસ્થા અને રાજકારણ સાથે સીધા જોડાયેલા છે.

કોઈ સફળ કંપની પોતાના શેરધારકોને જે રીતે કેશ ડિસ્ટ્રિબ્યુશન આપે છે, તેવી રીતે અમેરિકાની આર્થિક સફળતાનો લાભ પહોંચાડતા ડોનાલ્ડ ટ્રમ્પે દરેક પુખ્ત નાગરિકને પાંચ હજાર ડોલર (આશરે 4.2 લાખ રૂપિયા) ડિવિડન્ડ રૂપે આપવાની જાહેરાત કરી છે.   શરત છે કે, જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેની ચૂંટણી જીતી જાય તો યોજના અમલમાં આવશે. પ્રસંગે તેમણે ગત વર્ષે સૈન્ય જવાનોને આપવામાં આવેલા 1775 ડોલરની પણ યાદ અપાવી હતી, જેમાં તેમણે અમેરિકાની આઝાદીના વર્ષ સાથે જોડવા માટે પોતાની તરફથી એક ડોલર ઉમેરીને રકમ 1776 ડોલર કરી દીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક