કાલે
ફાઇનલ મુકાબલો
દુબઇ,
તા.11: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેનું વિજય અભિયાન ચાલુ રાખીને એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના
ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા ટીમ સતત 10મી વખત એશિયા કપના ફાઇનલમાં પહોંચી
છે. હવે હરમનપ્રિત કૌરની ટીમની નજર રેકોર્ડ આઠમા ખિતાબ પર છે. ભારત સામે ફાઇનલ મુકાબલામાં
પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેના બીજા સેમિ મેચની વિજેતા ટીમ રવિવારે ટકરાશે.
સેમિ
ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો બાંગલાદેશ વિરુદ્ધ 40 રને સરળ વિજય થયો હતો. ભારતના 6
વિકેટે 149 રનના જવાબમાં બાંગલાદેશ મહિલા ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 109 રને હાંફી ગઇ
હતી. દીપ્તિ શર્માએ સર્વાધિક 3 વિકેટ લીધી હતી. 64 રનની આક્રમક ઇનિંગ રમનાર શેફાલી
વર્મા પ્લેયર ઓફ ધ મેચ બની હતી.
સેમિ
ફાઇનલની જીત બાદ ભારતીય સ્પિનર દીપ્તિ શર્માએ કહ્યું કે ફાઇનલમાં અમારી વિરૂધ્ધ પાકિસ્તાન
હોય કે શ્રીલંકા ટીમ હોય, કોઇ ફરક પડતો નથી. અમારૂ લક્ષ્ય એશિયા કપ જીતવો છે. જે માટે
ટીમ ઉત્સાહિત અને આત્મવિશ્વાસી છે.