• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

avshan nodh

નાગલપુરના આહીર સમાજના અગ્રણી સવદાસભાઈ ગંભીરનું અવસાન

ડોળાસા: મેંદરડા તાલુકાના નાના એવા નાગલપુર ગામના આહીર સમાજ અગ્રણી સવદાસભાઈ રામદેભાઈ ગંભીરનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ જીવનભર પ્રથમ ઉત્તમ શિક્ષણ માટે અને નિવૃત્તિ બાદ સમાજ સેવા અને ગૌસેવામાં જીવન વ્યતિત કર્યુ છે. સવદાસભાઈની વિશેષ શિક્ષણ કાર્યની કેન્દ્ર સરકારે નોંધ લઈ 1984માં તે સમયના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘના હસ્તે રાષ્ટ્રિય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો હતો. નિવૃત્તિ બાદ સમાજ સેવા અને ગૌસેવામાં જીવન લગાવી દીધું. આહીર સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા અભિયાન ચલાવ્યું જેમાં નાગલપુર ગામના આહીર સમાજ સહિત આહીર સમાજના તમામ શુભ ચિંતકોનો સહયોગ મળ્યો. પરિણામે સમાજના અનેક કુરિવાજો દૂર થયા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી. ઉપરાંત નાગલપુર ગામે ગૌસેવા કાજે સવદાસબાપાએ એક ગૌશાળાનો પ્રારંભ કર્યો હતો. જે ગૌશાળા આજે મોટી સંસ્થા છે.

 

દેહદાન

રાજકોટ: સાધનાબેન સુમનભાઇ બોઘાણીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી દેહદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં 62મું દેહદાન થયેલ છે. આ દેહદાન ડો. હિરેન ક. પટેલના સહયોગથી થયેલ છે.

ચક્ષુદાન

વિરપુર: વિરપુરના સતીમાં રોડ પર ગાયોના ગોંદરા પાસે રહેતા લાભુબેન લાલજીભાઇ વેકરીયા (ઉ.85) નું અવસાન થતા સ્વ. લાભુબેનના ચક્ષુદાન કરવા અંગે પરિવારજનોએ ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. રાજ બેરા અને  ડો. વેદીત શુકલ, મેડિકલ ટીમે સેવાઓ બજાવી હતી. માનવ સેવા યુવક મંડળ ધોરાજી અને સરકારી હોસ્પિટલ ધોરાજીને 412મુ ચક્ષુદાન કરાયું હતું. સ્વ. લાભુબેન વેકરીયા દ્વારા કરાયેલ ચક્ષુદાનએ વિરપુર જલારામ ગામનું પ્રથમ ચક્ષુદાન થતા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, રાજકોટ ડેરીના ગોરધનભાઇ ધામેલીયા સહિતનાઓએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ તકે લાલજીભાઇ વેકરીયા, મનસુખભાઇ, ચંદુભાઇ, વિશાલભાઇ, પ્રફુલભાઇ, ધર્મેશભાઇ વગેરે ઉપસ્થિત હતા.

રાજકોટ: જામજોધપુરવાળા ચંદુલાલ મોહનલાલ કાનાબારના પુત્ર અશોકભાઈ (ઉં.63) હાલ રાજકોટ તે અનિરૂદ્ધભાઈ, સુભાષભાઈ, કિરીટભાઈ, જયશ્રીબેન, લતાબેન, રૂપાબેનના ભાઈ, હેમાલી, પ્રિન્સીના પિતા, અક્ષયકુમાર અટારાના સસરા, પોપટલાલ વલ્લભદાસ માનસતાના જમાઈનું તા.17ના અવસાન થયું છે. બેસણુ, સસરા પક્ષની સાદડી તા.19ના સાંજે 4થી પ ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિર, અજંતા જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરી શેરી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે.

રાજકોટ: મૂળ કરાંચીવાળા પરસોતમભાઈ ગોકળદાસ જોટંગીયાના પત્ની પદમાબેન (ઉ.79) તે જીતેશભાઈ તેમજ દિપ્તીબેનના માતા, દક્ષાબેન જોટંગીયા (મહિલા કોલેજ), વિનોદભાઈ સોલંકી (આચાર્ય)ના સાસુ, સ્વ.કેશુભાઈ સોલંકી (મોરબી)ના દીકરીનું તા.1પનાં અવસાન થયું છે. બેસણુ તા.19નાં સાંજે 4 થી 6, બીએપીએસ મંદિર, નીલકંઠ હોલ (પોડીયમ), કાલાવડ રોડ, રાજકોટ પિયર પક્ષનું બેસણુ સાથે છે.

રાજકોટ: ઔદિચ્ય બ્રાહ્મણ નિર્મળાબેન ચંદ્રકાંતભાઈ વ્યાસ (એન.ટી.આચાર્ય) તે પંકજ વ્યાસ (રિટાયર્ડ ટાઉન પ્લાનીંગ), દામીની પી.ત્રિવેદીના માતા, પ્રીતીબેનના સાસુનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 5 થી 6, સોમેશ્વર મહાદેવના મંદિર, રવિરત્ન પાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

રાજકોટ: મહેશભાઈ કાંતિલાલ ગણાત્રા તે સ્વ.કાંતિલાલ મુલચંદભાઈ ગણાત્રાના પુત્ર, મુકુંદભાઈ (મનુભાઈ), પરેશભાઈ અને ઈલાબેનના મોટાભાઈ, નીરવ, નીકુંજ અને વૈશાલી આડતીયાના પિતા, સ્વ.શાંતિલાલ વલ્લભદાસ મશરૂ (જુના વાઘણીયા)ના જમાઈનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સાંજે 4 થી 5, જુની લોહાણા મહાજન વાડી, ફૂલવાડી રોડ ખાતે રાખેલ છે. શ્વસુર પક્ષની સાદડી સાથે છે.

બાબરા: બ્રહ્મક્ષત્રિય સ્વ.કાકુભાઈ દુર્લભજીભાઈ છાટબારના પુત્ર પિયુષભાઈ (ઉં.51) તે હર્ષદભાઈ, જગદીશભાઈ, સ્વ.હરેશભાઈ તથા પરેશભાઈના નાનાભાઈ, લાલજીભાઈના મોટાભાઈ, ગૌતમભાઈ, તૃપેશભાઈના પિતાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, બાબરા છે.

બાબરા: બ્રહ્મક્ષત્રિય હર્ષદભાઈ કાકુભાઈ છાંટબારના પુત્ર જેઠાભાઈ (ઉ.42) તે જગદીશભાઈ, સ્વ.હરેશભાઈ, સ્વ.પિયુષભાઈ તથા પરેશભાઈ, લાલજીભાઈના ભત્રીજા, ઉદયભાઈ, મીલનભાઈના મોટાભાઈનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, બાબરા છે.

સાસણ ગિર: સ્વ.નાથાલાલ સુંદરજીભાઈ કાચેલાના નાના પુત્ર નીતેશભાઈ (ઉ.55) તે સ્વ.કિશોરભાઈ, મહેશભાઈ, કિરણભાઈ, શારદાબેન કારીયા, અરૂણાબેન ઠક્કર, મીનાબેન ઠક્કર, દક્ષાબેન બુદ્ધદેવના ભાઈ, તક્ષ, આયુષના પિતાનું તા.16મીએ અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી તા.19ના 4 થી 6, તેમના નિવાસ સ્થાને, સાસણ ગિર છે.

રાજકોટ: કિશોરભાઈ હંસરાજભાઈ ઠક્કર (ઉ.80) તે સરોજબેનના પતિ, સ્વ.જીગ્નેશભાઈ, જતીનભાઈના પિતા, નીમીષાબેન, કાશ્મીરાબેનના સસરા, મીહિરભાઈ, પ્રતિકભાઈના દાદાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના 4 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.નિર્મળાબેન ભગવાનજીભાઈ પોપટ (શ્રીમતી નિર્મળાબેન શાંતિલાલ સાંગલાણી)(નિવૃત્ત શિક્ષિકા, બાલકિશોર વિદ્યાલય, રાજકોટ)(ઉ.79) તે સ્વ.ભગવાનજીભાઈ ગોકળદાસ પોપટના દીકરી, હરદેવીબેનના નાના બહેન, હેતલ, મિત્તલ, ડીમ્પલ ખેતાણી, માનસ, ધર્મના માસી, સુરેશભાઈ, કોકીલાબેનના ભાભીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 5 થી 6, હરગંગેશ્વર મંદિર, 2 ટાગોર નગર, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.

નાગલપુર- તા.મેંદરડા: આહીર સમાજના અગ્રણી, શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર નિવૃત્ત શિક્ષક, સામાજિક કાર્યકર સવદાસભાઈ રામદેભાઈ ગંભીર (ઉ.89) તે વિજયભાઈ ગંભીર (એડવોકેટ-જૂનાગઢ), દીપકભાઈ ગંભીર (એડવોકેટ-વેરાવળ)ના પિતા, દેવાંગભાઈ, સમ્યકભાઈના દાદાનું તા.15ના અવસાન થયું છે.

ધોરાજી: જમનાવડ નિવાસી કિરીટગીરી ઈશ્વરગીરી મેઘનાથીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6, પ્રયાગ સોસાયટી, જમનાવડ રોડ, ધોરાજી છે.

ઇ-પેપરના નવા શુલ્ક