-રાજકોટમાં આયોજિત ભાજપની ‘લોકતંત્ર બચાવો-અરાજકતા હટાવો’ પદયાત્રામાં ગુજરાતના પ્રભારી તરુણ ચુગના કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો
રાજકોટ,
તા.27 ઃ ‘લોકતંત્રનું પ્રહરી
દેશનું ચૂંટણી પંચ છે. દેશની અંદર એક વોટર બનવા માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે
પરંતુ કોંગ્રેસના રાજમાં દેશમાં 3 કરોડ ઘૂસણખોરો આવી
ચૂક્યા હતાં જે આજદિવસ સુધી સામે આવ્યાં નથી અને આજે એ ઘૂસણખોરોને બચાવવા માટે રાહુલ
ગાંધી નાટક કરી રહ્યાં છે’ તેમ આજરોજ રાજકોટ ખાતે આયોજિત ભાજપની ‘લોકતંત્ર બચાવો-અરાજકતા
હટાવો’ પદયાત્રામાં ભાજપના ગુજરાત પ્રભારી તરુણ ચુગએ જણાવ્યું હતું. બહુમાળી ભવન ચોક ખાતે આયોજિત સભામાં બહોળી સંખ્યામાં
ઉપસ્થિત ભાજપના કાર્યકતાઓને સંબોધતા તરુણ ચુગે ઉમેર્યુ હતું કે, દેશની અંદર જ્યારે લોકતંત્ર ખતરો આવ્યો છે
ત્યારે ભારતીય જનતા પાટીનો કાર્યકતા રોડ ઉપર ઉતરી આવ્યો હતો. રાહુલ ગાંધીના દાદી ઈનિદરા
ગાંધીએ તાનાશાહી લાવીને દેશમાં કટોકટી લાદી હતી એ સમયે ભાજપના કાર્યકર્તા દેશના લોકતંત્રને
બચાંવવા રોડ ઉપર ઉતર્યા હતાં,
દેશની જેલને ભરી દીધી હતી પરંતુ દેશના લોકતંત્રને નબળું પડવા દીધું ન હતું. આજે
સુપ્રીમ કોર્ટ ઉપર દબાણ લાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી કોના ઈશારે કરી રહ્યાં છે ? તે દેશ જાણવા ઈચ્છે છે.
વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, દેશની 140 કરોડ જનતાની સાથોસાથ
ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા વડાપ્રધાન મોદી સાથે અડગ ઉભા છે. કોંગ્રેસ હારનું
ઠીકરું એસઆઈઆર અને ઈવીએમ ઉપર ઢોળતી રહે છે તો કેરળ અને તમીલનાડુમાં જીતી ત્યારે કેમ
કઈ ન બોલી ? ત્યારે પણ આ બન્ને
વસ્તુ જ હતી, આ પ્રકારની બેવડી નીતિ
કેમ ચાલે ? અંતમાં આક્ષેપ કર્યો
હતો કે, કોંગ્રેસ પાર્ટીના
ઝંડો અને એજન્ડો મુસ્લિમ લીગના કાર્યાલયમાં રાખવામાં આવ્યો છે. કેરળમાં ચૂંટણી લડવી
હોય તે માટે એવી શરત મૂકવામાં આવી છે કે,
રાહુલ ગાંધીની એકપણ રેલીમાં કોંગ્રેસનો જ ઝંડો જોવા નહીં મળે ત્યારે એ કોંગ્રેસને
કહેવા ઈચ્છીશ કે, ભારતનું લોકતંત્ર મજબૂત
છે તે કોઈનાથી ડરશે નહીં અને ઝૂકશે પણ નહીં.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી એન્ડ કંપની
દ્વારા દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ ચાલી રહ્યું છે. એક તરફ દેશના યશસ્વી વડાપ્રધાન
મોદી સમગ્ર ભારતને આત્મનિર્ભર બનાવવા ઈચ્છે છે, યુવાનો શિક્ષિત,
રોજગારી, દેશની બહેનો, ખેડૂતોના ઉત્કર્ષ માટે સતત ચિંતિત છે ત્યારે
કોંગ્રેસના મિત્રો દેશની જનતાને ભડકાવીને શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસના
રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે વડાપ્રધાનના પિતા વિષે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યાં છે. ચારેય
બાજુએથી હાર ભાળી ગયેલી અને છેલ્લા 31 વર્ષથી સત્તાથી દૂર
રહેલી કોંગ્રેસને આવા શબ્દો શોભતા નથી,
દેશની જનતા ક્યારેય માફ નહીં કરે.
રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ કોંગ્રેસ દ્વારા સર અને મતદાર
યાદીને લઈને એક મોટી આંધી ઉપાડવાનું કામ કર્યુ છે. હું છેલ્લા 40 વર્ષથી રાજનીતિમાં છું. રાજકોટના સાંસદ તરીકે
આખાય લોકસભા ક્ષેત્રમાંથી એકપણ નાગરિકે મને મળીને એવું નથી કહ્યું કે, મારું નામ ખોટી રીતે કાઢી નાખ્યું છે. કોંગ્રેસ
માત્ર વાહીયાત વાતો કરી રહી છે,
ભગવાનને પ્રાથના કરીએ કે તેને સદ્બુદ્ધિ આપે.
ઉલ્લેખનીય છે કે,
બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થયેલી આ પદયાત્રા ત્રિકોણબાગે
પૂર્ણ થઈ હતી. યાત્રામાં પ્રદેશ સહપ્રભારી અજય મહાવર, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ સૌરાષ્ટ્રના
વિવિધ જિલ્લામાંથી આવેલા સાંસદો,
ધારાસભ્યો અને બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયાં હતાં.