-ભારત-એ વિજયથી માત્ર 1 વિકેટ દૂર હતું
લિંકન,
તા.27 ઃ લિંકન ખાતે રમાયેલી
ચાર દિવસીય પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચના આખરી દિવસે ખરાબ રોશનીએ ખલેલ પહોંચાડતાં મુકાબલો
ડ્રોમાં પરિણમ્યો હતો. ભારત-અ વિજયથી માત્ર 1 વિકેટ દૂર હતું. ન્યૂઝીલેન્ડ-
અની ટીમ 9 વિકેટે 182 રન બનાવીને હાર ટાળવા માટે સંઘર્ષ કરી રહી
હતી.
પ્રથમ દાવમાં ભારતીય
ટીમ માત્ર 113 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ- અએ 317 રન ખડકીને 204 રનની તાતિંગ લીડ મેળવી લીધી હતી. જોકે, બીજી ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોએ કમબેક
કર્યું હતું. ઓપનર દેવદત્ત પડિક્કલે 248 બોલમાં 199 રનની મેરેથોન ઇનિંગ્સ રમી હતી. ભારતે 516 રનનો વિશાળ સ્કોર બનાવી કિવી ટીમ સમક્ષ જીત
માટે 313 રનનો લક્ષ્યાંક મૂક્યો
હતો. જેની સામે ન્યૂઝીલેન્ડ-અની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. ભારતીય પેસ એટેક સામે
માત્ર 13 રનમાં 3 મહત્ત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ
બીજી છેડેથી કર્ટિસ હેફીએ 179 બોલમાં 89 રનની અણનમ ઇનિંગ્સ રમીને કિવી ટીમની હાર
ટાળવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ભારત-અ તરફથી આકિબ નબીએ ઉત્કૃષ્ટ લાઇન-લેન્થ જાળવી 28 રનમાં 3 વિકેટ ઝડપી હતી. બાટિંગમાં કમાલ કરનાર દેવદત્ત પડિક્કલે પણ
બાલિંગમાં હાથ અજમાવતાં 7 રન આપી 2 વિકેટ લીધી હતી, જ્યારે મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ, વાશિંગ્ટન સુંદર અને આકાશ દીપને 1-1 સફળતા મળી હતી. ચોથા દિવસના આખરી સેશનમાં
ભારતને જીતવા માટે માત્ર એક જ વિકેટની દરકાર હતી. ન્યૂઝીલેન્ડ-અ ને 131 રનની જરૂર હતી. ક્રીઝ પર ક્રીઝ જમાવીને બેઠેલા
કર્ટિસ હેફી સાથે આખરી બેટ્સમેન જયડન લેનોક્સ (2 રન) સંઘર્ષ કરી રહ્યો હતો. તે જ સમયે મેદાન પર અણધાર્યો પ્રકાશ
ઓછો થતાં અમ્પાયરોએ રમત અટકાવવાની ફરજ પડી હતી. લાંબી પ્રતીક્ષા બાદ પણ સ્થિતિમાં સુધારો
ન થતાં મેચને સત્તાવાર રીતે ડ્રો જાહેર કરવામાં આવી હતી.