• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

આજે ત્રાટકશે ‘અર્નબ’ ઃ આંધ્ર-ઓરિસ્સા એલર્ટ

પ્રચંડ વાવાઝોડું આગળ વધે છે,

150 કિ.મી.ની ઝડપ હશે ઃ ઓરિસ્સામાં 48000ને અન્યત્ર ખસેડાયા

નવી દિલ્હી, તા. 27 ઃ અત્યંત તીવ્ર વાવાઝોડાંમાં પરિવર્તિત થઇને અર્નબ સિસ્ટમ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહી છે અને આવતી કાલે સવારે આંધ્રના યાનમ કાંઠાળ વિસ્તારમાં બાપટલાથી વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની ગતિ 125થી 140 કિલોમીટરની હોઇ શકે છે. આંધ્ર અને ઓરિસ્સાએ લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના ચક્રવાત ચેતવણી કેન્દ્રના નિયામક ડો. પી.એલ.એન. મૂર્તિના જણાવ્યા અનુસાર અર્નબ પ્રચંડ તોફાનમાં ફેરવાઇ ગયું છે. તે ત્રાટકશે ત્યારે તેની ગતિ 150 કિ.મી. સુધી પહોંચી શકે છે.

અર્નબની અસર તળે વિશાખાપટ્ટનમ અને કાકીનાડામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. આંધ્રમાં 2131 આશ્રયસ્થાન ઊભા કરાયા છે, 1087 મેડિકલ ટીમો તૈયાર કરાઇ છે.

ઓરિસ્સામાં ઠેર ઠેર તોફાની વરસાદ પડી રહ્યો છે. 48000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ગજપતિ, નબરંગપુર, માલ્કનગિરિ, ગંજમ, કોરાપુત જિલ્લાઓમાં લોકોને અન્યત્ર ખસેડવાની કામગીરી ચાલુ છે.

ચક્રવાતની અસર તળે બસ્તર, દાંતેવાડા અને સુકમા જિલ્લાઓમાં પણ તેજ પવન સાથે વરસાદ પડÎો છે. આંધ્ર અને ઓરિસ્સામાં એનડીઆરએફની 31 ટીમ મોકલવામાં આવી છે, આંધ્રમાં 35 ટ્રેન રદ કરાઇ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક