નવીદિલ્હી, તા.27: બોલીવુડ અભિનેત્રી
સારા અલી ખાન ફરી એકવાર કેદારનાથ પહોંચી છે. સારાની ફિલ્મ ઉડતા તરી હાલમાં જ રજૂ થઈ
છે અને રવિવારે તે હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ મંદિર પહોંચી હતી. તેણે ત્યાં ત્રણ દિવસ
સુધી બાબા કેદારની પૂજા અને આરતીમાં ભાગ લીધો હતો. 31 વર્ષીય અભિનેત્રીની આ યાત્રા
એટલા માટે પણ ચર્ચામાં આવી છે કેમ કે થોડા મહિના પહેલાં જ કેદારનાથ મંદિરમાં બિન-સનાતનીઓના
પ્રવેશ અને આસ્થા સંબંધિત પ્રમાણપત્રને લઈને ભારે ચર્ચા થઈ હતી. શ્રી બદ્રીનાથ-કેદારનાથ
મંદિર સમિતિએ આ જ વર્ષે મંદિરમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી
હતી. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે બિન-હિન્દુઓએ મંદિરમાં આવવા માટે સનાતન
ધર્મ પ્રત્યેની પોતાની આસ્થા અંગે સોગંદનામું આપવું પડશે. તે સમયે સમિતિએ સારા અલી
ખાનનું નામ લઈને કહ્યું હતું કે જો તે અહીં આવશે, તો તેણે પણ સોગંદનામું આપવું પડશે.