• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

શ્રીલંકાને ફટકો ઃ પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાંથી નિસાંકા બહાર

નવી દિલ્હી, તા.27 ઃ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. જે શરૂ થાય તે પૂર્વે જ શ્રીલંકન ટીમને મોટો આંચકો લાગ્યો છે. બેટ્સમેન પથુમ નિસાંકા ઈજાના કારણે સમગ્ર ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. નિસાંકાને શ્રીલંકાની 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ ફિટનેસના અભાવે તે મેદાનમાં ઉતરી શકશે નહીં. નિસાંકા ડાબા પગના સ્નાયુઓમાં ખેંચાણ (હેમસ્ટ્રિંગ ઈન્જરી)ની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. તે આ ઈજામાંથી હજુ સંપૂર્ણપણે બહાર આવી શક્યો નથી, જેનાં કારણે તેને આ આગામી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર રહેવાની ફરજ પડી છે. નિસાંકાને આ ઈજા સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકાના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થઈ હતી. ત્યારપછી તે પાકિસ્તાન સામેની ટી20 સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. ત્યારબાદ રમાયેલી ત્રિકોણીય (ટ્રાઈ) સિરીઝ માટે પણ તેમની પસંદગી થઈ હતી, પરંતુ અનફિટ હોવાના કારણે તે રમી શક્યો નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક