જ્ઞાનેશ બરતરફ થાય એટલે 30 સેકન્ડમાં આંદોલન સમાપ્ત1 નવેમ્બરનાં વિરોધ પ્રદર્શનને રોકવા માટે વેપારીઓની અપીલને રાહુલ ગાંધીનો જવાબ
નવી દિલ્હી, તા.26: કોંગ્રેસનાં
નેતા અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ વેપારીઓ તરફથી તા.1 નવેમ્બરનાં વિરોધ
પ્રદર્શનને રોકવાની અપીલનો જવાબ આપતાં કેન્દ્ર સરકાર ઉપર તીખો હુમલો બોલાવ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) જ્ઞાનેશ કુમારને
હટાવે એટલે 30 સેકન્ડમાં આંદોલન ખતમ કરી નાખવામાં આવશે.
રાહુલે રાજધાની દિલ્હીનાં વેપારીઓ
પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, સરકારે મેટ્રો સેવાઓ બંધ
કરીને, સડકો સીલ કરીને અને દિલ્હીની ઘેરાબંધી કરીને વેપાર અને કારોબારને ફટકો માર્યો
છે. આ પ્રતિબંધોને પોતાનાં વોટ ચોરીનાં આરોપ સાથે જોડતા રાહુલે વડાપ્રધાન મોદીને જ્ઞાનેશ
કુમારને તાત્કાલિક બરતરફ કરવાની માગ કરી હતી અને તેમને આરોપી નંબર-4 ગણાવી દીધા હતાં.
રાહુલે સોશિયલ મીડિયામાં લખ્યું
હતું કે, વોટ ચોરીથી કંઈ જ સુરક્ષિત નથી. તમારી દુકાન પણ નહીં અને તમારી મૂડી પણ નહી.
મોદીને કહો કે તે આરોપી નંબર-4 એટલે કે, જ્ઞાનેશ કુમારને પદથી હટાવે એટલે આ વિરોધ પ્રદર્શનો
30 સેકન્ડમાં જ બંધ થઈ જશે.