- ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 6 વિકેટે વિજય ઃ 199 રનના લક્ષ્યાંકને માત્ર 13.2 ઓવરમાં સરળતાથી સર કરી લીધો, અભિષેકના 38માં 113, સૂર્યવંશીના 19 બોલમાં 45
વાલિંગ્ટન,
તા.27ઃ ભારતીય ડાબોડી ઓપનર
અભિષેક શર્માએ પાવર-િહાટિંગ કરી મંગળવારે રમાયેલી ત્રીજી ટી20માં માત્ર 35 બોલમાં સદી ફટકારી ન્યૂઝીલેન્ડના બાલિંગ
આક્રમણના લીરેલીરા ઉડાવી દીધા હતા. અભિષેકના આ તોફાનના જોરે ભારતે વાલિંગ્ટનમાં કિવી
ટીમને 6 વિકેટે પરાજય આપી
પાંચ મેચોની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી
લીધી છે.
અભિષેકે 38 બોલમાં 113 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેના આક્રમણની
મદદથી ભારતે ન્યૂઝીલેન્ડે આપેલા 199 રનના પડકારજનક લક્ષ્યાંકને
માત્ર 13.2 ઓવરમાં, એટલે કે 40 બોલ બાકી રાખીને સરળતાથી સર કરી લીધો હતો. અભિષેક શર્માને વૈભવ
સૂર્યવંશી તરફથી વિસ્ફોટક સાથ મળ્યો હતો. બંનેએ પ્રથમ ઓવરથી જ આક્રમક વલણ અપનાવ્યું
હતું. અભિષેકે માત્ર 15 બોલમાં પોતાની અર્ધસદી
પૂરી કરી લીધી હતી.
આઠમી ઓવરમાં મેથ્યુ ફિશરે આ ભાગીદારી તોડી હતી અને વૈભવ સૂર્યવંશી
19 બોલમાં 45 રન બનાવી આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ પણ અભિષેકે સંજુ સેમસન સાથે મળીને
આક્રમણ જાળવી રાખ્યું હતું અને 8 ઓવરના અંતે ભારતીય
સ્કોરને 1 વિકેટે 156 રન સુધી પહોંચાડીને ટીમના વિજયનો પાયો પાકો
કરી દીધો હતો.
અગાઉ, ભારતીય કેપ્ટન શ્રેયસ
ઐયરે ટોસ જીતીને પ્રથમ બાલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે ડેરીલ મિશેલની
52 બોલમાં 89 રનની અણનમ ઇનિંગ્સના જોરે 20 ઓવરમાં 3 વિકેટે 198 રનનો સ્પર્ધાત્મક
સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમ મેનેજમેન્ટે સંજુ સેમસનને ત્રીજા ક્રમે રાખી વૈભવ
સૂર્યવંશી પાસે ઇનિંગ્સની શરૂઆત કરાવી હતી,
જે વ્યૂહરચના સંપૂર્ણપણે સફળ સાબિત થઈ હતી.