• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

રેહાન વાડ્રાની 74 તસવીર એક્ઝિબિશનમાંથી હટાવાઈ

SIR આંદોલન સાથે લિંક : ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યો આરોપ

નવી દિલ્હી, તા. 22 : કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાએ આરોપ મૂક્યો છે કે દિલ્હીના બિકાનેર હાઉસમાં તેમના એક્ઝિબિશન દરમિયાન પ્રબંધને હાલના વિરોધ પ્રદર્શનો સંબંધિત 74 તસવીર હટાવવા કહ્યું હતું. રેહાન એક ફોટોગ્રાફર છે અને પોતાનાં એક્ઝિબિશનનું નામ નો આઇડિયા ઇઝ ફાઇનલ રાખ્યું હતું. રેહાને આરોપ મૂક્યો હતો કે ભારતીય ત્રિરંગા સાથેની બે તસવીર પણ હટાવવા કહ્યું હતું, જો કે તેને હટાવવા ઈનકાર કરી દીધો હતો.

રિપોર્ટ અનુસાર એક્ઝિબિશન નક્કી સમયે શરૂ થયું હતું અને તેમાં લગભગ 40 તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી જ્યારે 70થી વધારે તસવીર હટાવી લેવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, અમૂર્ત કલાકૃતિ અને યુવાનોના આંદોલનની તસવીર સામેલ હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક