અમરેલી,
તા.21 : અમરેલીના સાવરકુંડલા રોડ પર પાણીના ટાંકા પાસે રહેતા આરોપી દેવા રૂડાભાઈ માથાસુળિયાને
માતાજીના ભુવા બનવું હોય પરંતુ હાલ દિવ ખાતે સાંઇબાબાનાં મંદિર પાસે, દિવના ઝાપાની
બાજુમાં રહેતા મૂળ અમરેલીના ધીરૂભાઇ નરશીભાઇ માથાસુળિયા નામના 65 વર્ષીય વૃદ્ધ માતાજીના
ભુવા બની જતા અને તે વૃદ્ધ અમરેલી આવતા આરોપીએ તે વાતનો ખાર રાખી વૃદ્ધને પોતાના ઘરે
લઈ જઈ માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી. આ ગુનામાં આરોપી દેવા રૂડાભાઈ માથાસુળિયા નાસતા
ફરતો હતો. અમરેલી સિટી પોલીસ ટીમ દ્વારા આરોપીને શોધી આરોપી પાસેથી હુમલામાં ઉપયોગમાં
લીધેલું હથિયાર તથા બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.